Site icon સોહમ 24 ન્યુઝ

Dhrangadhra – ધ્રાંગધ્રાના સોલડી ગામના મહિલા પોલીસ કર્મચારીનો અમદાવાદમાં વીડીયો કોલ ચાલુ રાખીને આપઘાત

Dhrangadhra – ધ્રાંગધ્રાના સોલડી ગામના મહિલા પોલીસ કર્મચારીનો અમદાવાદમાં વીડીયો કોલ ચાલુ રાખીને આપઘાત

Google News Follow Us Link

અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ પોતાના વાસણા ખાતેના ભાડાના મકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ કર્મીમાં શોકની લાગણી છવાઈ છે.

પોલીસ સુત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ હાલ લલીતાબેનના મૃતદેહને અંતિમવિધિ માટે તેમના વતન સુરેન્દ્રનગરના સોલડી ગામે લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો ત્યારે એક વીડિયો કોલ ચાલુ હતો. ઉલ્લેખનીય છે કે પાલડી પોલીસ સ્ટેશનમાં જ અગાઉ એક કોન્સ્ટેબલે ગોળી મારી આપઘાત કર્યો હતો.

મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સોલડી ગામના વતની લલીતાબેન મૂળજીભાઈ પરમાર (ઉ.29) 2024માં જ એલઆર તરીકે જોડાયા હતા અને થોડા માસ પહેલા જ પાલડી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અપાયું હતું. લલીતાબેન વાસણામાં આવેલા ખોડિયારનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ગુરુવારે લલિતાબેને બપોરે કોઈ કારણોસર ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે વાસણા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતક પોલીસ કર્મીના મૃતદેહને અંતિમવિધિ માટે તેમના વતન સોલડી મોકલી આપ્યો છે. બીજીતરફ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વાસણા પોલીસે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે મૃતક લલીતાબેને આપઘાત કર્યો ત્યારે એક નંબર પર તેમનો વીડિયો કોલ ચાલુ હતો. જેથી જે વ્યકિત સાથે તે વીડિયો કોલ પર વાત કરતા હતા તેની નજર સામે જ તેમણે આપઘાત કર્યો હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

વાસણાના સિનિયર પીઆઈ આર.ડી. મકવાણાએ જણાવ્યું કે, તેઓ ગુરુવારે સવારે 8થી 12ની શિફટ પૂરી કરીને ઘરે આવ્યા હતા. રાત્રે 8 વાગ્યાની શિફટ હતી અને તેઓ ન પહોંચતા ફોન કરાયો હતો. લલીતાબેને ફોન ન ઉપાડતા તપાસ કરતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે લલીતાબેન પાસે જે મોબાઈલ ફોન હતો તેમાં એક વીડિયો કોલ ચાલુ હતો. જેથી પોલીસે તે નંબરના આધારે કોની સાથે વાત ચાલી રહી હતી તેના પર તપાસ કરીને કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. લલીતાબેનનો ફોન લોક હોવાથી પોલીસે એફએસએલની મદદ લીધી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.

Limbdi – લીંબડી હાઇવે પર એસટીની વોલ્વો સહિત બે બસ અને બાઈક વચ્ચે અકસ્માત

સાંજ સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version