Site icon સોહમ 24 ન્યુઝ

આ ભાજપ શાસિત રાજ્યમાં અડધા દિવસનું લોકડાઉન જાહેર, સાંજે પછી તમામ દુકાનો સહિત બધુ બંધ રાખવા આદેશ

આ ભાજપ શાસિત રાજ્યમાં અડધા દિવસનું લોકડાઉન જાહેર, સાંજે પછી તમામ દુકાનો સહિત બધુ બંધ રાખવા આદેશ

કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં ફરી જોરદાર ઉછાળો આવ્યો છે.

Google News Follow Us Link

ચંદીગઢઃ કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ભારતમં પણ કોરોનાના કેસોમાં ફરી જોરદાર ઉછાળો આવ્યો છે. દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને તમામ રાજ્યોમાં ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ વધારી દેવાનો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને આદેશ અપાયો છે.

કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે, રાજ્યોને જરૂર લાગે તો આકરા પ્રતિબંધ લગાવી શકે છે. આ સૂચનાનો અમલ કરીને કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે પણ પ્રતિબંધ વધારી દીધા છે. વાસ્તવમાં હરિયાણા સરકારે રાજ્યમાં અડધા દિવસનું લોકડાઉન જ લાદી દીધું છે. સત્તાવાર રીતે લોકડાઉન શબ્દ નથી વપરાયો પણ હરિયાણામાં બજારો સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો આદેશ જારી કરાયો છે. સાંજે છ વાગ્યા પછી બધું બંધ કરી દેવાનું રહેશે. આ આદેશનો અમલ ગુરૂવારથી શરૂ કરી દેવાયો છે.

નરાધમને અંતિમ શ્વાસ સુધી કેદ: સુરત હજીરામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આવ્યો ચુકાદો

રાજ્યમાં કોરોનાના વધતા કેસોને કારણે વહીવટીતંત્રે નવી ગાઈડલાઈન બહાર પાડીને પ્રતિબંધો વધારવાનો આ નિર્ણય લીધો છે. હરિયાણામાં ઓમિક્રોનના કેસ પણ બહાર આવ્યા છે અને તેના કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. વહીવટીતંત્રે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ગુરૂવારથી જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ દુકાનદાર સાંજે 6 વાગ્યા સુધીમાં દુકાન બંધ કરી દેશે.

અગાઉ હરિયાણા સરકારે મહામારી એલર્ટ-સુરક્ષિત હરિયાણા લોકડાઉનને 5 જાન્યુઆરી સવારે 5 વાગ્યા સુધી વધવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં 25 ડિસેમ્બરથી નાઈટ કરફ્યુનો પણ એલન કરાઈ રહ્યુ છે. રાજ્યમાં જાહેર સમારોહ અથવા કાર્યક્રમોમાં 200થી અધિક લોકોને આવવાની મંજૂરી નથી.

હરિયાણામાં વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને જ જાહેર સમારોહ, કાર્યક્રમોમાં સામેલ થવાની મંજૂરી છે. માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશન અનિવાર્ય કરી દેવાયાં આ નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત વ્યક્તિ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાય છે અને દંડ સહિતનાં આકરાં પગલાં ભરાય છે.

એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ: આજની યુવા પેઢીને જીવન સંબંધિત વિષયોમાં ખૂબ રુચિ છે, કૃષ્ણનો દૃષ્ટિકોણ તેમની બધી સમસ્યાઓનો ઉકેલઃ ગૌર ગોપાલદાસજી

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

Exit mobile version