Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણમાં રસ્તાનું કામ કરતાં ગેસની મુખ્ય લાઇન તૂટી

Wadhwan – વઢવાણમાં રસ્તાનું કામ કરતાં ગેસની મુખ્ય લાઇન તૂટી

Google News Follow Us Link

વઢવાણ શહેરના સોમપુરાની વાડી પાસે રવિવારે રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે એકાએક ગેસનું મુખ્ય લાઇન તૂટતા દોડધામ મચી હતી. ગંભીરતાને લઇને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જયારે વઢવાણ, જોરાવરનગર અને રતનપર તરફની મુખ્ય ગેસ લાઇનનો પુરવઠો બંધ કરી દેવાયો હતો.

રવિવારે વઢવાણમાં સોમપુરાની વાડી પાસે રસ્તાઓનું કામકાજ ચાલુ હતું ત્યારે જેસીબીથી થતી કામગીરી દરમિયાન ગેસની મુખ્ય પાઇપલાઇન તૂટી જતાં લોકોમાં દેકારો બોલી ગયો હતો. કેટલાક ઘરોમાંથી લોકો બહાર પણ નીકળી ગયા હતા. રસ્તાની વચ્ચે જ ગેસની લાઇન હતી.

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇને વઢવાણ, જોરાવરનગર તેમજ રતનપર તરફની લાઇનથી પૂરો પડાતો ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ગેસની મુખ્ય લાઇન તૂટવાની ઘટનામાં કોઇ જાનહાનિ ન થતાં લોકો તેમજ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

સાયલાના ડોળિયા નજીક ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ પર ફાયરિંગ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version