Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કલેકટર કચેરી ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત કલેકટરની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર  એસ.બી.પારેજીયાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત સ્વરોજગાર વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ

જેમાં તેઓએ જણાવ્યું હતું કે માનવ કલ્યાણ યોજના હેઠળ 1398 લાભાર્થીઓને સહાયના સાધનો તેમજ ઓજારો મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં 1301 લાભાર્થીઓને અંદાજીત રૂપિયા 638.38 લાખ રૂપિયાની સબસિડી પણ ચુકવવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.

બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરે એ.કે.ઔરંગાબાદકર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.એન.કે.ગવાણે તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણીકુમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વિવિધ સ્કૂલો-કોલેજો, હોસ્પિટલો અને મોલમાં ફાયરસેફ્ટી બાબતે તપાસ હાથ ધરાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version