Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરમાં નિરામય ગુજરાત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરમાં નિરામય ગુજરાત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને નિરામય ગુજરાત દિવસના લોકાર્પણનો કાર્યક્ર્મ યોજાયો હતો.

વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ હતું કે, સરકારે લોકોના સ્વાસ્થ્ય સુખાકારીની ચિંતા કરીને નિરામય ગુજરાત આ અનોખી પહેલ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. જેથી અનેક બિનચેપી રોગો લાંબા સમય સુધી ધ્યાનમાં ન આવતા લોકો તેનાથી પીડાતા હોય છે.

આ કાર્યક્રમ દરમ્યાન મંત્રીના હસ્તે લીંબડી તાલુકાના પાણશીણા તેમજ થાનગઢ તાલુકાના મોરથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતુ. તદુપરાંત નિરામય કાર્ડ, ડિજીટલ હેલ્થ આઈ.ડી. અને પીએમજેએવાય-મા કાર્ડ વિતરણ કરાયા હતા.

સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીના આગમન ટાણે જ રસ્તા ચકાચક બની ગયા

વધુ સમાચાર માટે…

Exit mobile version