સુરેન્દ્રનગર 6 થી 19 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત બાળકો માટે સર્વે હાથ ધરાશે
ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધેલ હોય તેવા દિવ્યાંગ સહિતના તમામ
બાળકોનો સર્વે જિલ્લાની તમામ શાળા મારફત હાથ ધરવામાં આવી રહ્યો છે.
- 6 થી 19 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત બાળકો માટે સર્વે હાથ ધરાશે
સુરેન્દ્રનગર જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, સમગ્ર શિક્ષા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં 6 થી 19 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલા ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ મેળવેલ ન હોય તેવા તેમજ ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધેલ હોય તેવા દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો સર્વે જિલ્લાની તમામ શાળા મારફત હાથ ધરવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત તારીખ 01/01/2023 થી તારીખ 10/01/2023 સુધી થનાર આ સર્વેમાં સરકારશ્રીના તમામ વિભાગો, જાહેર જનતા તેમજ એન.જી.ઓ.એ સહભાગી બની જો આવા બાળકો કોઈના ધ્યાનમાં આવે તો નજીકની જિલ્લાની સરકારી શાળાના આચાર્યશ્રી, સી.આર.સી કો-ઓર્ડીનેટર, તાલુકા બી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રી અથવા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરીને લેખિત, મૌખિક અથવા ટેલીફોનિક ટોલ ફ્રી નંબર-1800-233-3153 પર કચેરી સમય દરમ્યાન જાણ કરવા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ખાતે યોગના વિવિધ કાર્યક્રમો યોજાશે