- Advertisement -
HomeNEWSSurendranagar - સુરેન્દ્રનગર જિલ્લામાં પાકના રક્ષણ માટે ખેડૂતોએ જરૂરી તકેદારીના પગલાં લેવા...

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં પાકના રક્ષણ માટે ખેડૂતોએ જરૂરી તકેદારીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી સૂચનો આપ્યાં

- Advertisement -

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં પાકના રક્ષણ માટે ખેડૂતોએ જરૂરી તકેદારીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી સૂચનો આપ્યાં

Google News Follow Us Link

Agriculture department gave necessary instructions to farmers to take necessary precautionary measures to protect crops in Surendranagar district.

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.01/03/2024 અને તા.03/03/2024 દરમિયાન ગુજરાતના અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં માવઠાની શક્યતા છે. અમદાવાદમાં હળવો વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે જરૂરી તકેદારીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

જે મુજબ કમોસમી વરસાદથી થતા પાક નુકસાન સામે બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરી અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાથી નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરોનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા તેમજ એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળી સુરક્ષિત રાખવી જોઈએ.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 18001801551નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જીરાનો ત્યારપાક ખરી જવાની ભીતિ ઉભી થઈ

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...