Site icon સોહમ 24 ન્યુઝ

રેલ્વે સ્ટેશનોના આધુનિકીકરણ માટેની નવી યોજના – જિલ્લાનાં 5 સ્ટેશનોની અમૃત ભારત સ્ટેશન યોજનામાં પસંદગી

Amrit Bharat Station Scheme – જિલ્લાનાં 5 સ્ટેશનોની અમૃત ભારત સ્ટેશન યોજનામાં પસંદગી

Google News Follow Us Link

ભારતીય રેલ્વે દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1275 રેલ્વે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. જેમાં રેલ્વે સ્ટેશનો અને સુવિધાઓનું આધુનિકીકરણ અને અપગ્રેડેશન એ ભારતીય રેલ્વે પર ટ્રાફિકની માત્રા, ભંડોળની ઉપલબ્ધતા અને કામોની અગ્રતાના આધારે સતત અને ચાલુ પ્રક્રિયા છે.

તાજેતરમાં રેલ્વે સ્ટેશનોના આધુનિકીકરણ માટેની નવી યોજના, અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકાસ માટે સરહદી વિસ્તારો સહિત દેશમાં કુલ 1275 રેલ્વે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. જેમાં ગુજરાતનાં 87 સ્ટેશનોની પસંદગી થઈ છે.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, થાન એમ પાંચ સ્ટેશનોનો સમાવેશ થયો છે. આથી આ સ્ટેશનોની યાદી મુજબ આધુનિકીકરણ, અપગ્રેડેશન અને પુનઃવિકાસના કામો સામાન્ય રીતે પ્લાન હેડ-53 ગ્રાહક સુવિધાઓ હેઠળ ચલાવાશે સ્ટેશનોના વિકાસ અને જાળવણી માટે ભંડોળની ફાળવણી ઝોનલ રેલ્વે મુજબ કરાશે.

સુરેન્દ્રનગર જિલ્લાના 24 કેન્દ્ર 231 બ્લોકમાં NMMSની પરીક્ષા યોજાઈ

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version