લુહાર સુથારની વાડીમાં વુમન્સ ડે નિમિત્તે સહેલી ફેશન એકઝિબિશન યોજાયું
- લુહાર સુથારની વાડીમાં વુમન્સ ડે નિમિત્તે સહેલી ફેશન એકઝિબિશન યોજાયું
સુરેન્દ્રનગરમાં વુમન્સ ડે નિમિત્તે સૌરાષ્ટ્ર લુહાર-સુથાર ધારા ગ્રુપ દ્વારા સહેલી ફેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લુહાર સુથારની વાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આગેવાનો વર્ષાબેન દોશી, જીજ્ઞાબેન પંડ્યા, સ્મિતાબેન રાવલ, જીતેન્દ્રસિંહ ચાવડા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા ઇલાબેન, પલ્લવીબેન, કોમલબેન અને પ્રિન્સેસ લેડીઝ ક્લબના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
-A.P : રોપોર્ટ