કેનેડાના સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર લખવામાં આવ્યા ભારત વિરોધી નારા, ત્વરિત કાર્યવાહીની માંગ
કેનેડાના ટોરન્ટો શહેરમાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી તત્વો દ્વારા દીવાલો પર દેશ વિરોધી નારા લખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. સ્થાનિક નેતાઓ તેમજ ભારતીય હાઈ કમિશન દ્વારા આ ઘટનાને કડક શબ્દોમાં વખોડવામાં આવી છે તેમજ ગુનેગારને વહેલી તકે પકડીને સજા આપવાની પણ વિનંતી કરવામાં આવી છે.
- મંદિરની દીવાલ પર ભારત વિરોધી લખાણ લખાયું
- સમગ્ર મામલે હિન્દુઓમાં ભારે રોષની લાગણી
- ભારતે પણ સત્તાવાર રીતે સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરી
કેનેડાના ટોરન્ટોમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર 13મી સપ્ટેમ્બરના રોજ ભારત વિરોધી નારા લખાયા હોવાની નિંદનીય ઘટના સામે આવી છે. ભારતીય હાઈ કમિશન દ્વારા આ ઘટનાની આકરી નિંદા કરવામાં આવી છે અને કેનેડા સરકાર સમક્ષ સમગ્ર મુદ્દાને રજૂ કરવામાં આવ્યો છે. હાઈ કમિશન દ્વારા કેનેડા સરકારને વિનંતી કરવામાં આવી છે કે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.
કેનેડામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે, ટોરન્ટોમાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર જે ભારત વિરોધી ચિત્રો દોરવામાં આવ્યા છે તેની અમે નિંદા કરીએ છીએ. અમે કેનેડાના તંત્રને વિનંતી કરી છે કે ઘટનાની તપાસ કરવામાં આવે અને વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. Bramptonના મેયર પેટ્રિક બ્રાઉને પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટ્વિટર પર લક્યું કે, ટોરન્ટોમાં સ્વામિનારાયણ મંદિરમાં જે ઘટના બની તે વિશે સાંભળીને ઘણી નિરાશા થઈ છે. આ પ્રકારની નફરતને GTA અથવા કેનેડામાં કોઈ સ્થાન નથી. આ માટે જવાબદાર ગુનેગારોને પકડીને સજા આપવામાં આવે તેવી આશા છે.
ભારતીય મૂળના કેનેડાના એક મંત્રી ચંદ્ર આર્યા જણાવે છે કે, કેનેડામાં રહેતા ખાલિસ્તાની તત્વોએ ટોરન્ટોના
સ્વામિનારાયણ મંદિરમાં જે તોડફોડ કરી છે, તેની ટીકા તમામ લોકો દ્વારા થવી જોઈએ.
આ એકમાત્ર ઘટના નથી. પાછલા ઘણાં સમયથી કેનેડામાં હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
કેનેડામાં વસતા હિન્દુઓ આ બાબતે ખરેખર ચિંતામાં છે. આ સિવાય Brampton South ના ધારાસભ્ય સોનિયા સિદ્ધુ જણાવે છે કે,
સ્વામિનારાયણ મંદિરમાં જે તોડફોડ થઈ તેનાથી હું ઘણી દુખી થઈ છું. આપણે એક વૈવિધ્યસભર સંસ્કૃતિમાં રહીએ
છીએ જ્યાં પ્રત્યેક વ્યક્તિને સુરક્ષિત અનુભવ થવો જોઈએ. આ ઘટનાના જવાબદાર લોકોને સજા આપવામાં આવશે.
સોશિયલ મીડિયા પર મંદિરના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરની દીવાલ પર
ખાલિસ્તાન સમર્થન નારાઓ લખવામાં આવ્યા છે.
આ ઘટના 13મી સપ્ટેમ્બરની હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનેડાના વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે.
પાછલા થોડાક સમયથી ભારતથી કેનેડા અભ્યાસ માટે તેમજ PR મેળવીને જનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
વીજતંત્રમાં દોડધામ: વીજળી-વરસાદથી PGVCLને 1.10 કરોડનું નુકસાન, 54 ગામની લાઇટને અસર