Site icon સોહમ 24 ન્યુઝ

મોરબીના ઝીંઝુડા ગામમાં ATSનું ઓપરેશન, કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

મોરબીના ઝીંઝુડા ગામમાં ATSનું ઓપરેશન, કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ ઘૂસાડવાની પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. ATSની ટીમે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

Google News Follow Us Link

મોરબીના ઝીંઝુડા ગામમાં ATSનું ઓપરેશન, કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ ઘૂસાડવાની પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં એટીએસની ટીમે રવિવારની રાતે દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ ઘૂસાડવાની  પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં એટીએસની ટીમે રવિવારની રાતે દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રવિવારની રાત્રે એટીએસની ટીમે બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતાં એક વખત ફરી અનેક સવાલ ઉભા થયા છે. આખરે ગુજરાતમાં ડ્રગ્સની સપ્લાય કોણ કરાવે છે અને કોની ડિમાન્ડથી આ સમગ્ર વેપલો ચાલી રહ્યો છે?

એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, આ ઘટના અંગે એટીએસના ડીવાયએસપીએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

ગુજરાતનું આ ગામ ધરાવે છે અનોખી ખાસિયત, જાણીને તમે પણ ચોંકી જશો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસને વધુ એક સફળતા મળી છે. એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં મોડીરાત્રે દરોડો પાડીને બે શખ્સને કરોડો રૂપિયાના માદક પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધા છે. આ બન્ને શખ્સો કોણ છે, કેટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે. તે બાબતે એટીએસ અને સ્થાનિક પોલીસના ટોચના અધિકારીઓ હાલ તો મૌન સેવી રહ્યાં છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને માદક પદાર્થ ભારતના અનેક રાજ્યમાં સપ્લાય થતો હોવાનું સ્પષ્ટ થયા બાદ સ્થાનિક પોલીસ અને એટીએસએ બાતમીદારોનું નેટવર્ક વધારી દેતાં ટૂંકા દિવસોમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. જેમાં આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોના શખ્સોની સંડોવણી ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક નાપાક તત્વોના નામ પણ બહાર આવ્યા હતા. દરમિયાન સ્થાનિક પોલીસ અને એટીએસને વધુ એક સચોટ માહિતી મળી હતી કે, મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આ અંગે ખરાઈ કર્યા બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યાં બે મકાનની તલાશી લેતા કરોડોની કિંમતનો જથ્થો મળી આવ્યો છે.

જો કે, એટીએસના અધિકારીઓએ હાલ રાત્રિના એક વાગ્યે કામગીરી ચાલાુ હોવાનું અને કુલ કેટલો મુદામાલ પકડાયો છે તે અંગે કોઇ સ્પષ્ટ નિવેદન નથી આપ્યું. દેવભૂમિક દ્વારકા પંથકમાંથી જેટલો જથ્થો ઝડપાયો તેનાથી વધુ મુદામાલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. બે મકાનમાં સર્ચ ઓપરેશન લગભગ મોડીં રાત્રિ સુધી ચાલ્યું હતું.

કોરોનાની ત્રીજી વેવની શરૂઆત!, સુરતમાં પુણેથી આવેલા દાદાને ચેપ લાગતા આખો પરિવાર સંક્રમિત

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

Exit mobile version