Site icon સોહમ 24 ન્યુઝ

ગણેશોત્સવને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભક્તોમાં ખુશીની લહેર

ગણેશોત્સવને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભક્તોમાં ખુશીની લહેર

ગાંધીનગર: અષાઢ મહિનાની શરુઆત થતા જ તહેવારની પણ શરૂઆત થઈ જાય છે. હવે થોડા દિવસ બાદ ગણેશોત્સવ શરૂ થશે. જો કે, બે વર્ષથી કોરોનાકાળ હોવાથી ગણેશોત્સવ દરમિયાન ગુજરાત સરકારે કેટલાક પ્રતિબંધ લગાવ્યા હતા.

Google News Follow Us Link

ગાંધીનગર: અષાઢ મહિનાની શરુઆત થતા જ તહેવારની પણ શરૂઆત થઈ જાય છે. હવે થોડા દિવસ બાદ ગણેશોત્સવ શરૂ થશે. જો કે, બે વર્ષથી કોરોનાકાળ હોવાથી ગણેશોત્સવ દરમિયાન ગુજરાત સરકારે કેટલાક પ્રતિબંધ લગાવ્યા હતા. જો કે હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ધટાડો થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ગણેશોત્સવ દરમિયાન લાગેલા પ્રતિબંધોને હટાવ્યા છે. આગામી ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.

https://www.kooapp.com/koo/infogujarat_/a0e75669-2b3b-483f-99c8-e23e0fb4baff

નોંધનિય છે કે, રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19 ની સ્થિતીને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી. તદ્દઅનુસાર, જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત કરવામાં આવી હતી.

જો કે હવે કોરોનાની અસર ઓછી થતા તમામ નિયંત્રણો તા.31 માર્ચ-2022 પછી અમલમાં નહીં રહે તેવો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે. જો કે, ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

ટ્વીટર ડીલ: એલોન મસ્કે કર્યું એલાન, નહિ ખરીદે ટ્વીટર; કંપની પર લગાવ્યા જાણકારી છુપાવવાના આરોપ

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

Exit mobile version