Site icon સોહમ 24 ન્યુઝ

BIG NEWS: દુનિયાભરમાં ઈન્ટરનેટ સ્લો: કેટલીય વેબસાઈટો પર પડી અસર, યુઝર્સને થઈ રહી છે સમસ્યાઓ

BIG NEWS: દુનિયાભરમાં ઈન્ટરનેટ સ્લો: કેટલીય વેબસાઈટો પર પડી અસર, યુઝર્સને થઈ રહી છે સમસ્યાઓ

તાજેતરમાં ઈન્ટરનેટ સ્લો ડાઉનના કારણે દુનિયાભરની વેબસાઈટો ધીમી પડી છે, જેના કારણે ઘણા યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા હતા.

સમગ્ર દુનિયામા ઈન્ટરનેટની સમસ્યાને કારણે કેટલીય વેબસાઈટો યોગ્ય રીતે કામ કરી શકતી નથી. આજે સવારથી શરૂઆતમાં કેટલીય વેબસાઈટો ડાઉન રહી હતી. આ સમસ્યા સીડીએન પ્લેટફોર્મ પર ચાલવાથી વેબસાઈટો પર પડી છે. કેટલીય વેબસાઈટ એક્સેસ થઈ શકતી નથી. તેમાં કેટલીય દિગ્ગજ સાઈટોના નામ પણ સામેલ છે. તેમાં વનપ્લસના સંસ્થાપક રહી ચુકેલા કાર્લ પેઈ દ્વારા ગત વર્ષે લંડન બેસ્ડ કંપની નથિંગની વેબસાઈટનો પણ સમાવેશ થાય છે.

કેલિફોર્નિયા સ્થિત કંપની ક્લાડફ્લેયે તાત્કાલિક આ સમસ્યાને ધ્યાને લઈને પોતાના યુઝર્સને ટ્વીટ કરીને તેના વિશે જાણકારી આપી હતી. ટ્વીટમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેઓ આ સમસ્યાને ફિક્સ કરી રહ્યા છે. સાથે જ કંપની ટૂંક સમયમાં તેનું ફોલોઅપ જાહેર કરશે. જો કે, થોડા આઉટેજ બાદ આ સમસ્યા ઠીક કરી દેવામાં આવી છે અને હવે નથિંગ જેવી વેબસાઈટને સરળતાથી એક્સેસ કરી શકાય છે.

      https://twitter.com/Cloudflare/status/1539140097374793728?ref_src=twsrc%5Etfw

કઈ કઈ વેબસાઈટ થઈ પ્રભાવિત :-

આઉટરેજની જાણકારી આપનારી વેબસાઈટ ડાઉન ડિરેક્ટરે જણાવ્યું છે કે, દુનિયાભરની કેટલીય વેબસાઈટ ડાઉન થવાના સમાચાર મળ્યા છે. તેમાં Discord, zerodha, shopify, amazon web services twitter અને  canva જેવી મોટી વેબસાઈટો સામેલ છે. તેમાંથી અમુક ગેમિંગ પ્લેટફોર્મ પણ છે. આ ઉપરાંત udemy, splunk, quora, crunchyroll જેવી વેબસાઈટો પણ પ્રભાવિત થઈ છે.

Know Why: ઊંઘ કરતી વખતે શા માટે નથી સંભળાતા કોઈ અવાજ? જાણો નીંદર સાથે જોડાયેલા આશ્ચર્યજનક કારણો

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version