ફટકો : મોંઘવારીનો ડબલ ડોઝ : આ વર્ષે પણ મોંઘા થશે પ્રી પેડ પ્લાન, 12 ટકાની આસપાસ વધશે કિંમત
દર વર્ષે ટેલીકોમ કંપનીઓ પોતાના પ્લાન મોંઘા કરી રહ્યા છે. જેનાથી એવા આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, તમામ કંપનીઓ પ્રી પેડ પ્લાન પહેલાની માફક મોંઘા કરી શકે છે.
- મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો આવશે
- ટેલીકોમ કંપનીઓ ટૈરિફ પ્લાનના ભાવ વધારશે
- અનલિમિટેડ પ્લાનમાં 10થી 12 ટકાનો આવશે વધારો
2016થી પહેલા દેશમાં કેટલીય ટેલીકોમ કંપનીઓ હતી, તેમ છતાં પણ કંપનીઓના પ્લાન સસ્તા નથી. 2016માં જિયો આવ્યા બાદ એક ક્રાંતિ થઈ અને અચાનક ફ્રી ડેટા પ્લાન, ફ્રી કોલિંગનું પુર આવ્યું. જિયોની દેખાદેખીમાં એરટેલ અને વોડાફોન આઈડીયાએ ગ્રાહકોને ફ્રી સેવાઓ આપવાનું શરૂ કરી દીધું. પણ હવે ફ્રીનું માર્કેટ ખતમ થઈ ગયું છે. દર વર્ષે ટેલીકોમ કંપનીઓ પોતાના પ્લાન મોંઘા કરી રહ્યા છે. જેનાથી એવા આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, તમામ કંપનીઓ પ્રી પેડ પ્લાન પહેલાની માફક મોંઘા કરી શકે છે.
ટૈરિફ પ્લાન મોંઘા થશે :
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, જિયો, એરટેલ અને વોડાફોન જેવી પ્રાઈવેટ કંપનીઓ આ વર્ષે દિવાળી સુધીમાં પ્રી પેડ પ્લાન 110 ટકાથી 12 ટકા સુધી મોંઘા કરી શકે છે એટલે કે, કોઈ પણ પ્લાનની કિંમત 100 રૂપિયા છે, તો તેની કિંમત 110થી 1112 રૂપિયા થઈ જશે. કહેવાય છે કે, ટૈરિફ પ્લાન મોંઘા થવાથી ટેલીકોમ કંપનીઓને ફાયદો થશે અને તેની એવરેજ રેવેન્યી પ્રતિ યુઝર્સ 10 ટકા વધી જશે. આ વધારા બાદ એરટેલ, જિયો અને વીઆઈને ક્રમશ: 200 રૂપિયા, 185 રૂપિયા અને 135 રૂપિયા થઈ જશે.
જિઓ ચાર દિવસ માટે ફ્રીમાં આપી રહ્યા આ ગ્રાહકોને ડેટા :
જિઓએ આસામમાં પોતાના ગ્રાહકોને ચાર દિવસ માટે ફ્રી ડેટા અને મેસેજ સાથે રોજના 1.5 જીડી ડેટા આપવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, આસામમાં વરસાદ બાદ આવેલા પુરના કારણે જિયોએ આ નિર્ણય લીધો છે. આસામમાં દીમા હસાઓ, કાર્બી આંગલોંગ ઈસ્ટ, કાર્બી આંગલોંગ વેસ્ટ, હોજઈ અને કછાર સહિત કેટલાય જિલ્લામાં રહેલા લોકો રિયાલંય જિયોની તરફથી કોમ્પ્લિમેંટ્રી પ્લાન મળશે, જેમાં ચાર દિવસ સુધી અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે.
વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત