Boycott : Laal singh chaddha ના ભારે વિરોધ વચ્ચે કરીના કપૂર ખાને પણ તોડ્યું મૌન, કહ્યું જીવવું મુશ્કેલ થઈ જશે, જો…
ફિલ્મને લઈને ચાલી રહેલ નેગેટીવ માહોલને જોઇને અંતે આમીર ખાને ચુપ્પી તોડી હતી અને હવે કરીના કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે.
- #BoycottLaalSinghChaddha પરકરીના કપૂરની પ્રતિક્રિયા સામે આવી
- અમારી આફિલ્મ બધી નકારાત્મક વાતોથી આગળ વધી જશે – કરીના
આમીર ખાનના ડ્રીમ પ્રોજેક્ટ પર ખતરો મંડરાઈ રહ્યો છે. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ રીલીઝ પહેલા જ તેને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. હાલ સોશ્યલ મીડિયા પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે ફિલ્મને લઈને ચાલી રહેલ નેગેટીવ માહોલને જોઇને અંતે આમીર ખાને ચુપ્પી તોડી હતી અને હવે કરીના કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે.
કરીનાની પ્રતિક્રિયા
એક ઇંટરવ્યૂમાં જ્યારે કરીના કપૂરના આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું હતું કે, ‘ આજે દરેક લોકો પાસે તેની અવાજ ઉઠાવવા માટે અલગ અલગ પ્લેટફોર્મ હાજર છે અને દરેક લોકોનો મંતવ્ય અલગ અલગ હોય છે. પણ હવે અત્યાર માહોલ જોઈને લાગી રહ્યું છે કે લોકોના વિચારો એક થઈ રહ્યા છે. એવામાં તમારે થોડી વાતો પર ધ્યાન ન આપવું જોઈએ. જો બધી વાતોમાં ધ્યાન આપશો તો જીવન જીવવું મુશ્કેલ થઇ જશે. એટલા માટે હું કોઈ પણ વાતને ગંભીરતાથી લેતી નથી.’ સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે, ‘ જો ફિલ્મ સારી હશે તો લોકો અંતે સારી પ્રતિક્રિયા જ આપશે અને ફિલ્મ આ બધી નકારાત્મક વાતોથી આગળ વધી જશે.’

આમીર ખાનની પ્રતિક્રિયા
ગઈ કાલે આમિર ખાને પણ આ વિશે ખૂલીને વાત કરી હતી. આમીર ખાને તેના નિવેદનમાં કહ્યું હતું કે, ‘ફિલ્મ બનાવવામાં ઘણી મહેનત લાગે છે. એક એક્ટરના જ નહીં પણ ઘણા લોકોના ઈમોશન્સ તેની સાથે જોડાયેલા હોય છે. ફિલ્મ જોયા પછી તમે તેને પસંદ નાપસંદ કરી શકો છો પણ પહેલાથી જ આવો નેગેટીવ માહોલ ન બનાવો જોઈએ.રીલીઝ પહેલા જ લોકોના ખાલી ખોટા મંતવ્યો દુખ પંહોચાડે છે. ખબર નહીં લોકો કઈ રીતે આવું કરી લે છે. મને ખબર છે કે ઘણા લોકોને એમ છે કે મને આ દેશથી જરાય પ્રેમ નથી પણ હું એવા લોકોને કહેવા માંગું છું કે તમે જે વિચારો છો એ સાચું નથી. મને આ દેશ પ્રત્યે ઘણો પ્રેમ છે. હું એવા લોકોને વિનંતી કરું છું કે મારી ફિલ્મ બોયકોટ ન કરો અને એક વખત તેને થીયેટરમાં જઈને જુઓ. ‘

ફિલ્મ રક્ષા બંધન સાથે ટક્કર
દરેક આર્ટીસ્ટ ઈચ્છે છે કે તેની ફિલ્મ દેશના દરેક ખૂણામાં લોકો જુએ. જેમ સાઉથની ફિલ્મોને લોકો પસંદ કરે છે એમ હિન્દી ફિલ્મો આટલી નથી ચાલતી. પણ મને એવી આશા છે કે મારી આ ફિલ્મ દેશના ખૂણે ખૂણામાં લોકો જોશે. સાથે જ બોલીવુડ ફિલ્મોના કલેશ પર અમીર બોલ્યા કે મારી ફિલ્મ સાથે અક્ષયની ફિલ્મ રક્ષા-બંધન આવવા જઈ રહી છે જે ભાઈ બહેનના ઈમોશન્સ પર બની છે અને હું ઈચ્છું છું કે લોકો બંને ફિલ્મોને જુએ અને એટલો જ પ્રેમ આપે.’

આમિર ખાનની ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલીઝ થવા જઈ રહી છે અને તેના 10 દિવસ પહેલા સોશ્યલ મીડિયા પર તેને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. જેને લઈને આમીર ખાને લોકો સત્યે વાત કરીને તેના મંતવ્યો જણાવ્યા હતા.
શું તમે આમીર ખાનની આ ફિલ્મ જોવા જશો કે નહીં?
Deepesh Bhan : દીપેશ ભાને હમણાં જ કરાવ્યો હતો બૉડી ચેકઅપ, આસિફ ખાને કઈ ખાસ સલાહ આપી હતી?