BUDGET 2022 LIVE UPDATES: નાણામંત્રી નિર્મલા સીતારમણ ખાતાવહી લઈ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યાં; બજેટ પહેલાં શેરબજારમાં 650 પૉઇન્ટનો ઉછાળો
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં છે. સવારે 10.10 વાગે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે.
- નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે.
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં
- બેઠકમાં બજેટને ઔપચારિક મંજૂરી આપવામાં આવશે.
- બજેટ રજૂ થાય એ પહેલાં જ સેન્સેક્સમાં અને નિફ્ટીમાં ઉછાળો
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં છે. સવારે 10.10 વાગે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે. આ બેઠકમાં બજેટને ઔપચારિક મંજૂરી આપવામાં આવશે.
મહામારી દરમિયાન લોકોનાં જીવન બદલાયાં છે અને જરૂરિયાતો પણ. આ સંજોગોમાં બજેટ પાસે એક અલગ જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આજે બજેટ રજૂ થાય એ પહેલાં જ સેન્સેક્સમાં 650 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.
સૌથી વધારે અપેક્ષા ઈન્કમટેક્સમાં રાહત મળે અને ટેક્સ સ્લેબ વધારવામાં આવે એની સાથે છે. મહામારી દરમિયાન ખેડૂતો અને નાના વેપારીઓ સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે. ટૂરિઝમ સેક્ટરને પણ સ્પેશિયલ પેકેજની આશા છે.
નાણામંત્રીએ કહ્યું- બજેટથી બધા ખુશ થશે :-
નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે બજેટમાં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બધાને કંઈક ને કંઈક મળે. તેમણે કહ્યું હતું કે બજેટ તૈયાર કરતી વખતે સમાજના દરેક લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. થોડી ધીરજ રાખો, બજેટથી બધા ખુશ થશે.
Bigg Boss 15 Winner: તેજસ્વી પ્રકાશે જીત્યો શો, જાણો અભિનેત્રીની અનેક રસપ્રદ વાતો તમે નહીં જાણતા હોય
બૂસ્ટર ડોઝ માટે ફંડ આપવામાં આવી શકે છે :-
આજે રજૂ થનારા બજેટમાં કોરોના વેક્સિન માટે જે બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, એ માટે ફંડની ફાળવણી કરવામાં આવી શકે છે.
બજેટ રજૂ થતાં પહેલાં રાજ્યમંત્રી ભાગવત કરાડે ઘરે પૂજા કરી :-
આ મોદી સરકારનું 10મું અને નિર્મલા સીતારમણનું ચોથું બજેટ છે.
સામાન્ય નાગરિક, સિનિયર સિટિઝન રાહત ઈચ્છી રહ્યા છે
- પાંચ લાંખ સુધીની આવક કરમુકત કરવી
- પાંચ લાખથી દસ લાખ સુધીની 10 ટકા ઇન્કમટેકસ સ્લેબ
- રૂ. 10થી 20 લાખ સુધીની આવક પર 20 ટકા ટેકસ લાગુ કરવો
- રૂ. 20 લાખથી વધુની આવક પર 30 ટકા ટેકસ સ્લેબ દર રાખવો
- સુપર સિનિયર સિટિઝન માટે આવક મુકિત મર્યાદા 5.00 લાખના બદલે રૂ. 7.50 લાખ કરવી જોઇએ.
- મહિલાઓ માટે આવક મુકિત મર્યાદા નથી. અગાઉ મહિલાઓને મુકિત મર્યાદા અલગથી મળતી હતી.
- નોકરિયાત વર્ગને સ્ટાન્ડર્ડ ડિડકશન રૂ. 50 હજાર છે, એ વધારીને 80 હજારથી 1 લાખ સુધી કરવી જોઈએ.
ધંધૂકા ભરવાડ યુવકની હત્યા કેસમાં કંગના રનૌતે આપી પ્રતિક્રિયા