સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા

સાયબર સેફટી અને જીવન કુશળતા અંગે સેમિનાર યોજાયો

  • સાયબર સેફટી અને જીવન કુશળતા અંગે સેમિનાર યોજાયો
  • મહિલા આઈ.ટી.આઈ. ખાતે સેમિનાર યોજાયો હતો.
  • મહિલાઓને સાયબર સેફટી વિષે માહિતગાર કરવા માટે એક વિશેષ પ્રસ્તુતિ આપવામાં આવી હતી
સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સાયબર સેફટી અને જીવન કુશળતા અંગે સેમિનાર યોજાયો
સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સાયબર સેફટી અને જીવન કુશળતા અંગે સેમિનાર યોજાયો

સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાઓ- બેટી પઢાઓ” યોજના અંતર્ગત સાયબર સેફટી અને જીવન કુશળતા વિષે મહિલાઓને માહિતગાર કરવાના હેતુથી સુરેન્દ્રનગર સ્થિત મહિલા આઈ.ટી.આઈ. ખાતે સેમિનાર યોજાયો હતો.

સેમિનારમાં સાયબર ક્રાઇમના પી.એસ.આઇ.શ્રી એ. એસ. નાયર તેમજ સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સાયબર સેફટી વિષે માહિતગાર કરવા માટે એક વિશેષ પ્રસ્તુતિ આપવામાં આવી હતી, જેમાં સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય તેમજ સાયબર ક્રાઇમ સામે કેવા પગલાં લઇ શકાય તેવા મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી શૈલેષ અંબારીયા દ્વારા જીવન કુશળતા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

વધુ સમાચાર માટે…