Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે

Photo of author

By rohitbhai parmar

Chandrayaan-3 success દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે

Google News Follow Us Link

Success of Chandrayaan 3 The country will celebrate the first National Space Day on August 23

  • સેમિનાર, ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમોનું આયોજન થશે

ભારતમાં 2024ની 23, ઓગસ્ટે પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ(ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે) ઉજવાશે. 2023ની 23, ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણ સલામતી સાથે ઉતરવામાં ઝળહળતી સફળતા મળી હતી.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી ઉતરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

ભારતની અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)ની આ ઉજળી સફળતાના સન્માનરૂપે ભારત સરકારે દર 23, ઓગસ્ટે નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સાથોસાથ ભારત સરકારે આ સફળતારૂપે સરકારી જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે.

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે અને પ્રજ્ઞાન રોવરે તેના લેઝર ઇન્ડયુસ બ્રેકડાઉન (એલ.આઈ.બી.એસ.) સ્પેક્ટ્રોમીટર નામના વૈજ્ઞાનિક ઉપકરણની મદદથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરની ધરતીમાં સલ્ફર તત્ત્વ શોધ્યું છે.

Success of Chandrayaan 3 The country will celebrate the first National Space Day on August 23

સાથોસાથ ત્યાં સલ્ફર હોવા વિશે સમર્થન પણ કર્યું છે. ઉપરાંત, આયર્ન, સિલિકોન, કેલ્શિયમ, મેંગેનીઝ વગેરે કુદરતી તત્ત્વો પણ મળ્યાં છે.

નેશનલ સ્પેસ ડેની ઉજણીનો હેતુ ચંદ્રયાન-૩ની ઝળહળતી સફળતા ભારતની ઉગતી અને પ્રતિભાશાળી પેઢી માટે પ્રેરણારૂપ બની રહે અને તેઓ અંતરિક્ષ સંશોધનના અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જોડાઇન રાષ્ટ્રની સેવા કરે તેવો છે.

અંતરિક્ષ સંશોધનની આ સુવર્ણ સિદ્ધિની ઉજવણીરૂપે ભારત સરકારના મત્સ્ય વિભાગ દ્વારા માછીમારી ક્ષેત્રેમાં સ્પેસ ટેકનોલોજીના યોગદાન વિશે આખા દેશમાં સેમિનાર અને ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરીને જાગૃતિ ફેલાવશે. આ કાર્યક્રમમાં ઇસરો સહિત દેશનાં સમુદ્ર કિનારાનાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સહકાર રહેશે.

Bharat Bandh – ‘અનામત બચાવવા’ 21 ઑગસ્ટે ભારત બંધનું એલાન, કોણે આપ્યું સમર્થન અને શું છે મુદ્દાઓ?

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Leave a Comment