સુરેન્દ્રનગર: ડિસેમ્બર માસમાં રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

Photo of author

By rohitbhai parmar

Chotila Ascent-Descent – ડિસેમ્બર માસમાં રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

સુરેન્દ્રનગર: ડિસેમ્બર માસમાં રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર: ડિસેમ્બર માસમાં રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

  • સ્પર્ધાના ફોર્મ સુરેન્દ્રનગર જિલ્લા રમત-ગમત કચેરીના બ્લોગ dsosnr.blogspot.com પરથી મેળવી શકાશે

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ડિસેમ્બર-2022માં ચોટીલા મુકામે ગુજરાત રાજ્યનાં યુવક અને યુવતીઓ માટેની રાજ્ય કક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધક ભાઈઓ/બહેનો જુનિયર વિભાગમાં ભાગ લઈ શકશે.

સુરેન્દ્રનગર: પાટડી ખાતે નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો સુરેન્દ્રનગર જિલ્લા રમત-ગમત કચેરીના બ્લોગ dsosnr.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા 7359773810 નંબર પર વોટ્સએપ મારફત ફોર્મ મેળવી શકાશે. દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરી જરૂરી સહિ સિક્કા સાથેનું ફોર્મ તથા જરૂરી આધાર પુરાવાની નકલ જોડીજિલ્લા રમત ગમત અધિકારીની કચેરીસુરેન્દ્રનગર ખાતે તા.30/11/2022ના સાંજે 05:00 વાગ્યા સુધીમાં રૂબરૂ/કુરિયર/પોસ્ટ મારફતે પહોંચતા કરવાના રહેશે.

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું

નિયત મર્યાદામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે જેથી નિશ્ચિત સંખ્યા કરતા વધારે ફોર્મ થશે એવા સંજોગોમાં વહેલા તે પહેલાના ધોરણે આવેલ ફોર્મ વાળા સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ ઉપરાંત અધુરી વિગત વાળા તથા ખોટી માહિતી વાળા ફોર્મ રદ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું લોકાર્પણ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link