Site icon સોહમ 24 ન્યુઝ

ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, જાણો કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, જાણો કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, જાણો કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, જાણો કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનેશન અભિયાનનો રાજ્યવ્યાપી કરાવ્યો પ્રારંભ. 9 મી સુધીમાં 35 લાખ બાળકોને વેક્સિન.

Google News Follow Us Link

રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. 15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે. CM  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે કોબાની જી.ડી.એમ કોનાવાલા હાઇસ્કૂલથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો-તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો આજે સવારે ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી પ્રારંભ કરાવ્યો હતો તથા રસીકરણની કામગીરી નિહાળીને બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. pic.twitter.com/LBF3maBFof

— CMO Gujarat (@CMOGuj) January 3, 2022

                               https://twitter.com/CMOGuj/status/1477838290615250944

અર્બન હેલ્થ સેન્ટર ઉપર પણ મુકાવી શકાશે રસી:- 

આ ઉપરાંત જેમને અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા છે. તો બાળકના વાલી આધાર કાર્ડ અથવા તો બાળકની સ્કૂલના ઓળખપત્ર દ્વારા કોવિડ રસીકરણનો સંતાનોને લાભ અપાવી શકશે.

એક સપ્તાહમાં 35 લાખ બાળકોને અપાશે રસી:-

સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખ થી વધુ બાળકોને આ રસીકરણ નો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે. ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલ થી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકો ને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે. 3 જાન્યુઆરીથી શરુ થઇ રહેલા આ રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે.

હવે કોરોના અને ફ્લૂનો ડબલ એટેક, નામ છે ફ્લોરોના; જાણો કેમ છે એ ખતરનાક? શું છે લક્ષણો

સ્વાસ્થ્ય મંત્રીએ આ નિર્દેશ આપ્યા:- 

આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ, પ્રમુખ સચિવો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપરાંત મુખ્ય સચિવો સાથે વાતચીત કરી. તેમણે  રસીકરણના દિશા નિર્દેશોના સંપૂર્ણ પાલન કરવા  પર ભાર મુક્યો છે.  તેમણે આ કેટેગરીના લાભાર્થીઓ માટે રસીકરણ ટીમના મેમ્બર્સને રસીકરણ કેન્દ્રની ઓળખ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.

રવિવાર સાંજ સુધીમાં રજિસ્ટ્રેશન ગ્રાફ:-

રવિવાર સાંજે 7.50 સુધીમાં 15થી 18 વર્ષના આયુ વર્ગના બાળકોનું રસી માટે 6.35 લાખથી વધારે રજિસ્ટ્રેસન થયું છે.

રજિસ્ટ્રેશન માટે શું કરવું પડશે?

કોરોનાના કેસો વધતા ગુજરાતમાં પ્રતિબંધોની શરૂઆત! હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે ફરીથી લાગુ કરાયા નિયમો

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version