વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં કલેકટરે 17માં ગ્રામીણ ઓલમ્પિકનો શુભારંભ કરાવ્યો

Photo of author

By rohitbhai parmar

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં કલેકટરે 17માં ગ્રામીણ ઓલમ્પિકનો શુભારંભ કરાવ્યો

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં કલેકટરે 17માં ગ્રામીણ ઓલમ્પિકનો શુભારંભ કરાવ્યો

Google News Follow Us Link

17માં ગ્રામીણ ઓલમ્પિક - વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં કલેકટરે 17માં ગ્રામીણ ઓલમ્પિકનો શુભારંભ કરાવ્યો

  • વિજેતા ખેલાડીઓને ઇનામ તથા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા
  • ખેલાડીઓને નેશનલ લેવલની સ્પર્ધા અંગે જાગૃત કરાયા

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને તેના તાબા હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા તરણેતર મેળા ખાતે આયોજિત 17માં ગ્રામીણ ઓલમ્પિકસનો જિલ્લા કલેકટરશ્રી કે.સી સંપટે શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે કલેકટરશ્રીએ ખેલાડીઓ સાથે સંવાદ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.આગામી નેશનલ લેવલની સ્પર્ધાના આયોજન બાબતે ખેલાડીઓને માહિતગાર કર્યા હતા તથા આ ગ્રામીણ ઓલમ્પિકના સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

17માં ગ્રામીણ ઓલમ્પિક - વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં કલેકટરે 17માં ગ્રામીણ ઓલમ્પિકનો શુભારંભ કરાવ્યો

લંગડી સ્પર્ધામાં વિજેતા થયેલ અભેપર પ્રાથમિક શાળાના કુમાર તથા કન્યાઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ તથા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

17માં ગ્રામીણ ઓલમ્પિક - વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં કલેકટરે 17માં ગ્રામીણ ઓલમ્પિકનો શુભારંભ કરાવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, લાંબીકુદ, સ્લો સાયકલીંગ, લંગડી, દોરડા કુદની સ્પર્ધા યોજાઇ હતી.તેમજ આવતીકાલે માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી, સ્ટ્રોંગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, રસ્સા ખેંચ, સાતોડી,નારિયેળ ફેંકની સ્પર્ધા યોજાશે.

પુષ્પરાજના લુકમાં જોવા મળ્યા ગણપતિજીની મૂર્તિ, દાઢી પર હાથ ફેરવતી જુઓ મૂર્તિ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link