Site icon સોહમ 24 ન્યુઝ

વિવાદનો ભડકો: ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી રણવીર સિંહની ફિલ્મ લોચામાં, આ સીનને લઈને ઊભો થયો વિવાદ

Controversy erupts: Controversy erupted over this scene in Ranveer Singh's film Locha with a Gujarati background

Controversy erupts: Controversy erupted over this scene in Ranveer Singh's film Locha with a Gujarati background

વિવાદનો ભડકો: ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી રણવીર સિંહની ફિલ્મ લોચામાં, આ સીનને લઈને ઊભો થયો વિવાદ

રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદાર રિલીઝ પહેલા જ એક સીનને લઈને વિવાદોમાં ફસાઈ છે અને હવે ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધકેલાઈ શકે, તેવી અટકળો લગાવાઈ રહી છે.

Google News Follow Us Link

 

રણવીર સિંહ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ જયેશભાઈ જોરદારને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર સામે આવી ચુક્યું છે અને ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને જો તમે પણ આ લિસ્ટમાં ખુદને સામેલ કરો છો, તો તમને જાણીને નવાઈ લાગશે કે એક વિવાદને કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ  ધકેલાઈ શકે છે.

એક સીનને લઈને થયો વિવાદ 

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ જયેશભાઈ જોરદાર વિવાદોમાં ઘેરાઈ ચુકી છે. ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. પરંતુ હવે ફિલ્મને લઈને મોટા સમાચારો સામે આવી રહ્યા છે, જે રણવીર સિંહની તકલીફો વધારી શકે છે. ફિલ્મનાં ટ્રેલરમાં ડિલીવરી પહેલા બાળકનાં જેન્ડરની તપાસનાં એક સીનને લઈને ફિલ્મ લિગલ જાળમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના આ સીન પર દિલ્હી હાઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ફિલ્મમાંથી આ સીનને હટાવવાની માંગણી કરવામાં આવી છે.

https://twitter.com/RanveerOfficial/status/1516297126862819328?ref_src=twsrc%5Etfw

હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી ફરિયાદ 

ફલમ જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહ જયેશભાઈ પટેલ નામના એક ગુજરાતી વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા છે, જેમના લગ્ન બાદ જયેશભાઈ પોતાની હજુ જન્મી નથી, એ બાળકીનાં જીવનને બચાવવા માટે લડે છે અને તેમની પત્નીના ગર્ભમાં દીકરી છે, એ તેમને જેન્ડરની તપાસ કરાવ્યા બાદ જાણ થાય છે. ટ્રેલરમાં બતાવવામાં આવેલ આ જ સીનને લઈને દિલ્હી હાઈકોર્ટમાં ફારીયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડિલીવરી પહેલા જેન્ડરની તપાસ કરાવવી લિગલી અપરાધ છે. આવામાં આ કામને પ્રોત્સાહિત કરનાર આ સિનને હટાવી દેવો જોઈએ. ફિલ્મના વિવાદોમાં ફસાયા બાદ એવી અટકળો લગાવાઈ રહી છે કે આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધકેલાઈ શકે છે.

રણવીર સિંહની ફિલ્મો 

વર્ક ફ્રંટની વાત કરીએ તો રણવીર સિંહ પાસે આ વર્ષે ઘણી ફિલ્મો છે. જયેશભાઈ જોરદાર ઉપરાંત તેઓ આજકાલ આલિયા ભટ્ટ સાથે ‘રોકી ઔર રાનીકી પ્રેમ કહાની’નું પણ શુટિંગ કરી રહ્યા છે, એટલું જ નહીં, રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ‘સર્કસ’ અને અન્નીયનની રીમેક જેવા મોટા બજેટની ફિલ્મોમાં પણ તેઓ જોવા મળશે.

ટુર્નામેન્ટ: જિલ્લા સરકારી કચેરી એડમિનિસ્ટ્રેટિવ કપ ટુર્નામેન્ટમાં પોલીસ ટીમ ચેમ્પિયન

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી 

Google News Follow Us Link

Exit mobile version