Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય

વઢવાણ સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય

વઢવાણ સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય

સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં કોરોનાની મહામારીના કારણે વર્ષ 2021-22માં કોઈપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવેલ નથી. તેની જાણકારી આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર વઢવાણમાં પંજાબ નેશનલ બેંક પાસે રાત્રી કાર્ય બદલ જુદી-જુદી 2 ફરીયાદો નોંધાઈ

તેમજ કોરોનાના કારણે જે બાળકના માતા-પિતા બન્ને ગુમાવ્યા હોય તેવા કોઈપણ વિદ્યાર્થીને શાળામાં પ્રવેશના ધોરણથી લઈને ધોરણ-12નાં અભ્યાસ સુધી 100% સંપૂર્ણ ફી માફી આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઉપરાંત કોરોનાના કારણે જે બાળકે પોતાના માતા અથવા પિતા બંનેમાંથી એક ગુમાવ્યા હોય તેવા વિદ્યાર્થીને વર્ષ 2021-22માં જે ધોરણમાં સંપૂર્ણ ફી અને ત્યારબાદ અભ્યાસમાં પ્રતિવર્ષ 50% ફી માફી આપવાનો નિર્ણય સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકરો હોદ્દેદારો આપમાં જોડાતા રાજકીય અપસેટ સર્જાયા

વધુ સમાચાર માટે…

Exit mobile version