Site icon સોહમ 24 ન્યુઝ

Deepesh Bhan : દીપેશ ભાને હમણાં જ કરાવ્યો હતો બૉડી ચેકઅપ, આસિફ ખાને કઈ ખાસ સલાહ આપી હતી?

Deepesh Bhan : દીપેશ ભાને હમણાં જ કરાવ્યો હતો બૉડી ચેકઅપ, આસિફ ખાને કઈ ખાસ સલાહ આપી હતી?

દીપેશ ભાન છેલ્લાં થોડા સમયથી જિમ અને રનિંગ કરતો હતો. ત્યારે મેં તેને કહ્યું હતું કે 40ની ઉંમર પછી થોડા ધીમા થઈ જવું અને શરીરને આટલું વધારે પ્રેશર આપવું જોઈએ નહીં. થોડા સમય પહેલા જ્યારે દીપેશ ભાનનું વજન વધી ગયું હતું ત્યારે તેને કહ્યું હતું કે વજન ઓછું કરી દે અને ડાયટનું ધ્યાન રાખ.

Google News Follow Us Link

ભાભીજી ઘર પર હૈ‘નો (Bhabiji Ghar Par Hai) એક્ટર દીપેશ ભાન (Deepesh Bhan) આ દુનિયામાં રહ્યો નથી. ગઈકાલે સવારે (23 જુલાઈ) અચાનક જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. શોમાં તે ‘મલખાન સિંહ‘નું પાત્ર ભજવી રહ્યો હતો અને તેની કોમેડી માટે જાણીતો હતો. ત્યારે એક્ટર આસિફ શેખે અમારા સહયોગી ‘ઈટાઈમ્સ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે દીપેશ ભાન ઢળી પડ્યો ત્યારે તેની આંખોમાં લોહી આવી ગયું હતું. દીપેશ ભાન એકદમ ફિટ હતો. તે દારૂ અને સિગારેટથી દૂર રહેતો તેમજ રેગ્યુલર જિમ કરતો હતો. તો પછી દીપેશ ભાનનું મોત કેવી રીતે થયું?

એક્ટ્રેસ કૃષ્ણ ભક્તિમાં લીન: ‘અનુપમા’ની ‘નંદિની’ એક્ટિંગ કરિયર છોડીને આશ્રમમાં રહેવા લાગી, સવાર-સાંજ પૂજા પાઠ ને ભજન કરે છે

દીપેશ ભાન વધુ કલાકો સુધી કસરત કરતો હતો :-

એક્ટર આસિફ શેખે કહ્યું કે દીપેશ ભાન છેલ્લાં થોડા સમયથી જિમ અને રનિંગ કરતો હતો. ત્યારે મેં તેને કહ્યું હતું કે 40ની ઉંમર પછી થોડા ધીમા થઈ જવું અને શરીરને આટલું વધારે પ્રેશર આપવું જોઈએ નહીં. થોડા સમય પહેલા જ્યારે દીપેશ ભાનનું વજન વધી ગયું હતું ત્યારે તેને કહ્યું હતું કે વજન ઓછું કરી દે અને ડાયટનું ધ્યાન રાખ. ત્યારે દીપેશ ભાને કહ્યું હતું કે તે દરરોજ 3 કલાક જિમ કરે છે અને રાત્રે જમતો પણ નથી. હું હંમેશાં દીપેશ ભાનને કહેતો હતો કે આટલી વધારે કસરત ના કર.

Koffee With Karan 7: શોમાં આવવા Ranbir Kapoorએ મૂકી શરત! Karan Joharએ ન સ્વીકારતાં ‘ના’ પાડી દીધી!

10 દિવસ પહેલા દીપેશ ભાને ફુલ બૉડી ચેકઅપ કરાવ્યો હતો :-

એક્ટર આસિફ શેખના જણાવ્યા મુજબ, દીપેશ ભાને 10 દિવસ પહેલા જ ફુલ બૉડી ચેકઅપ કરાવ્યો હતો. તેને કોલેસ્ટ્રોલ જેવી કોઈ સમસ્યા નહોતી. પણ, બ્લડ પ્રેશર થોડું ઓછું હતું. દીપેશ ભાન દિવસમાં 3 કલાક વર્કઆઉટ કરતો હતો અને પછી રુટિન ફૉલો કરતો હતો. દીપેશ ભાનનું મોત બ્રેઈન હેમરેજના લીધે થયું છે કારણકે તેની આંખમાંથી લોહી આવી રહ્યું હતું. રિપોર્ટ મુજબ, એક્ટર દીપેશ ભાન સોસાયટીમાં જ ક્રિકેટ રમી રહ્યો હતો. તેની સાથે સોસાયટીના ઘણાં લોકો હતા. દીપેશ એક ઓવર રમ્યો હતો. તેણે ક્રિકેટમાં 6 બૉલ નાખ્યા અને ત્યારે તેની ટોપી નીચે પડી ગઈ. તે ટોપી લેવા માટે નીચે વળ્યો અને ઊભો થવા ગયો ત્યારે ત્યાં જ ઢળી પડ્યો. જ્યારે દીપેશ ભાનને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. દીપેશ ભાને વર્ષ 2019માં લગ્ન કર્યા હતા અને ગત વર્ષે દીકરાને જન્મ આપ્યો હતો.

Deepesh Bhan Passes Away : ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ દિપેશ ભાનનું નિધન, ક્રિકેટ રમતાં-રમતાં પડી ગયા હતા

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link

Exit mobile version