Dhrangdhra – ધ્રાંગધ્રા હાઇવે ચુલી ગામ પાસેથી લોખંડના સળિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
- લોખંડના સળિયા, બોલેરો પિકપ ગાડી સહિત રૂ.3.91 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા હાઇવે ચુલી ગામ પાસેથી રૂ.3.91 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા વિસ્તારમાં અવાર-નવાર હાઇ-વે વાહનોમાંથી ગેરકાયદે સામાન કાઢવાની પ્રવૃત્તિ ચાલે છે. ત્યારે એલસીબી ટીમે ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર શંકાસ્પદ હાલતમાં લોખંડનાં સળિયા સાથે બોલેરો પિકપ ગાડી ઝડપી પાડી હતી.
જે રૂ.3.91 લાખનો મુદ્દામાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હવાલે કરી ફરાર આરોપી સામે ગુનો નોંધાવાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હદમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે ધ્રાંગધ્રા
હાઇવે ચુલી ગામ પાસે રામદેવ હોટલ નજીક શંકાસ્પદ રીતે લોખંડના સળિયા ભરેલ બોલેરો પીકપ વાનને પકડી પાડી હતી.
પોલીસે મુદ્દામાલનો કબ્જો લઇ કાર્યવાહી હાથ ધરી
એલસીબી પોલીસ દ્વારા ચોરી કે છળકપટથી મેળવેલ લોખંડના સળિયાનો શંકાસ્પદ જથ્થો જેની કિંમત રૂપિયા 91 હજાર, બોલેરો પિકપ ગાડી જેની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ 3,91,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જયારે કાર્યવાહી દરમિયાન કોઇ પણ વ્યક્તિ હાજર ન મળતા પોલીસે મુદ્દામાલનો કબ્જો લઇ કાર્યવાહી હાથ ધરી
મુદ્દામાલને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને હવાલે કરી ફરાર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જયારે બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ગાડીનો મૂળ માલિક પકડાઇ ગયા બાદ લોખંડનાં સળિયા અંગેનું સત્ય બહાર આવશે.
આ ગાડી નંબર પરથી મૂળ માલિકને શોધવાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં પીઆઇ વી.વી. ત્રિવેદીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી.આર. જાડેજા, હિતેશભાઇ, જયેન્દ્રસિંહ સહિત એલસીબી ટીમ જોડાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નવેમ્બરમાં રૂ.11 લાખનો દંડ