Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી. એન. મકવાણાના અધ્યક્ષસ્થાને ‘સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાયો

Good Governance Week – સુરેન્દ્રનગર ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી. એન. મકવાણાના અધ્યક્ષસ્થાને ‘સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી. એન. મકવાણાના અધ્યક્ષસ્થાને ‘સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાયો

Google News Follow Us Link

ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બધા જ જિલ્લાઓમાં તા. 19/12/2022 થી તા.25/12/2022 ના સમયગાળા દરમિયાન ‘સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર’ અભિયાનની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી. એન. મકવાણાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે ‘સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રસંગિક ઉદબોદન કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી પી. એન. મકવાણાએ જણાવ્યું હતું કે, સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે દિશામાં દરેક વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને વધુ વેગવંતી બનાવી લોકોને સાચા અર્થમાં સુશાસનની પ્રતીતિ થાય તેવા પ્રયાસો કરવા ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કચેરીમાં આવતા અરજદારોની અરજીઓનો બને તેટલી ઝડપથી નિકાલ કરવામાં આવે જેથી અરજદારોને કોઈ મૂંઝવણ ન રહે. તેમજ કચેરીના વડા દ્વારા રોજબરોજની વહીવટી કામગીરીમાં સતત તકેદારી રાખવામાં આવે જેથી કરીને અરજદારોને કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય આ ઉપરાંત તેમણે કચેરી કાર્ય પદ્ધતિ વિશે પણ ઉપસ્થિતોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી બી. એ. પટેલ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ તેમણે જિલ્લામાં કરવામાં આવેલ પ્રાકૃતિક કૃષિની કામગીરીની માહિતી આપીને પ્રાકૃતિક કૃષિ વેચાણ સ્ટોર પરથી પ્રાકૃતિક કૃષિ પેદાશોની ખરીદી કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી.ગોહિલે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની

જાણકારી આપીને જેમને કોવિડ પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેમને પ્રિકોશન ડોઝ લઈ લેવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે. એન. બારોટ દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા આયોજન અધિકારીશ્રી

એસ.એલ. ડાભી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં 6 થી 19 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત બાળકો માટે સર્વે હાથ ધરાશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version