Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સરકારી કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.

સંકલનની ભાગ-1ની બેઠકમાં ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકીએ લખતર તાલુકાના લીલાપુર ગામે પાણી સમિતિ દ્વારા ઉઘરાવેલ લોક ફાળો તેમજ નગરપાલિકા વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ અંગે બીયુ પરમિશન બાબતે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રશ્નોના સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.એ.ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ રાયજાદા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Shikshan Sagar: ઝાલાવાડના ચાર શિક્ષકે રાજ્યભરના શિક્ષકો અને છાત્રો માટે ‘શિક્ષણસાગર’ નામની એપ્લિકેશન બનાવી

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version