સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

Photo of author

By rohitbhai parmar

District Tourism Committee – સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

  • સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની વિગતવાર સમિક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં ચોટીલા આઉટ સાઇડ જેમાં ઝરિયા મહાદેવ મંદિર, મુનિ દેવળ મંદિર, અવાલીયા ઠાકર મંદિર અને હેમ તીર્થ સાયલા અને દસાડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, વઢવાણ-સુરેન્દ્રનગરના હવા મહેલ, રાણકદેવી મંદિર, માધાવાવ અને તરણેતરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

જ્યારે યાત્રાધામ સ્થળ તરીકે સાયલા લાલજી મહારાજની જગ્યા અને ધામા શક્તિમાતા મંદિરનો વિકાસ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં કલેકટરશ્રીએ જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા અને પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા માટે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન. મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી દર્શના ભગલાણી, જિલ્લા આયોજન અધિકારીશ્રી એન.જી.પટેલ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો; જગદીશ ત્રિવેદીના જીવન પર આધારિત બે પુસ્તકોનું ભવ્ય વિમોચન

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link