Site icon સોહમ 24 ન્યુઝ

ભૂમાફિયાઓમાં દોડધામ: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચેકિંગમ‍ાં વાહનો સાથે 1 કરોડનો મુદ્દામાલ પકડાયો

Doddham among land mafias: 1 crore case seized with vehicles in mineral checking in Surendranagar district

Doddham among land mafias: 1 crore case seized with vehicles in mineral checking in Surendranagar district

ભૂમાફિયાઓમાં દોડધામ: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચેકિંગમ‍ાં વાહનો સાથે 1 કરોડનો મુદ્દામાલ પકડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતળમાં ખોદકામ કરીને બેફામ રીતે ખનીજની ચોરી અટકાવવા તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં સાયલા-લીંબડી હાઇવે અને મૂળીમાંથી વાહનો સાથે રૂ. 1 કરોડનો મુદામાલ પકડી પાડવામા આવ્યો હતો.

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતળમાં ખોદકામ કરીને બેફામ રીતે ખનીજની ચોરી અટકાવવા તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં સાયલા-લીંબડી હાઇવે અને મૂળીમાંથી વાહનો સાથે રૂ. 1 કરોડનો મુદામાલ પકડી પાડવામા આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ખનન સાથે વહન દિવસ-રાત થતુ હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે આ પ્રવૃત્તિને અટકાવવા માટે ખનિજ તંત્રે રાત્રિ સાથે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ખનીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી છે. સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રી વિપુલ સોલંકીની સૂચનાથી સાયલા-લીંબડી તેમજ મૂળી પંથકમાં ખનીજ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શુક્રવારે જિલ્લા કચેરી સ્ટાફના રોયલ્ટી ઈન્સ્પેકટર રાહુલભાઈ મહેશ્વરી, એમ.એસ નૈતિકભાઈ કણજારીયા, સંજયસિંહ મસાણી, સાહિલભાઈ પાઘડાર દ્વારા સાયલા-લીંબડી હાઇવે ખાતે ચેકીંગ દરમિયાન કુલ 4 ટ્રકો પકડી સિઝ કર્યા હતા.

જેમાં સીઝ કરેલા વાહનોમાં 2 બ્લેક્ટ્રપ તથા 2 સાદિરેતી ખનીજ ગેરકાયદેસર વહન અન્વયે સિઝ કરી લીબડી પોલીસ સ્ટેશન કબ્જો સોંપેલા હતા. તેમજ વધુમાં તપાસ કરતા મૂળી તાલુકાના સાડલા ગામે 1 ટ્રક સાદિરેતી બિન અધિકૃત રીતે વહન કરેલુ જે પકડી મુળી પોલીસ સ્ટેશન કબ્જો સોંપેલુ હતુ. આમ આજ ફુલ નાઈટ ચેકીંગ દરમિયાન કુલ 5 ડમ્પરો પકડી અંદાજે કુલ રૂ. 1 કરોડનો મુદ્દામાલ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવતા ભૂમાફિયાઓમાં દોડધામ મચી હતી.

લખતર પંથકમાં નંબરપ્લેટ વગરના ડમ્પરો ઉપર પોલીસની લાલ આંખ

લખતર પંથકનાં સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લખતર પોલીસ દ્વારા પણ સતર્ક બનીને રોજબરોજ સ્ટેટ હાઇવે ઉપર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આ હાઇવે ઉપરથી ડમ્પરચાલકો નંબર વગરનાં બેફામ ઓવરલોડ ડમ્પર ચલાવતા હોય છે. ત્યારે લખતર પી.એસ.આઇ. એમ.કે. ઈશરાણી તથા તેમની ટીમ લખતર નજીક પેટ્રોલીંગમાં હતી.

તે દરમ્યાન નંબર વગરનું ડમ્પર પસાર થતા ડીટેઈન કરી લખતર પોલીસ સ્ટેશનમાં સીઝ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે લખતર પોલીસ ટીમ દ્વારા નંબર વગર ફરતા ડમ્પરો ઉપર લાલ આંખ કરવામાં આવી હોય તેમ હમણાં હમણાં છઠું ડમ્પર નંબર પ્લેટ વગર ઝડપી પાડ્યું હતું. તો ત્રણેક દિવસ પહેલા વિઠ્ઠલાપરા બોર્ડર પાસેથી પણ નંબર પ્લેટ વગર ડમ્પર પકડ્યું હતું. જેને RTO દ્વારા રૂ.13,500/- નો દંડ પણ કરવામાં આવ્યો હતો.

આશા: LICમાં રોકાણકારો ચિંતા ન કરે, ગ્રે માર્કેટમાં ભાવ ભલે ઓછા હોય, પણ લિસ્ટિંગ 15-20% ઉપર થવાની સંભાવના

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version