પ્રોફેસર સોસાયટીમાં વીજ પુરવઠાની વધઘટને કારણે
સ્થાનિક રહીશોના ઘરવપરાશના ઈલેક્ટ્રીક સાધનોને નુકસાન
- પ્રોફેસર સોસાયટી ભૂમિ એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં રહીશો વસવાટ કરી રહ્યા છે.
- વીજ પાવર વધી જતા રહીશોના 10 જેટલા મકાનોને અસર થતા લોકોમાં રોષ ફેલાયો હતો.
- આ ઘટના સર્જાતા વીજતંત્ર દોડતુ થઇ ગયુ હતુ.
સ્થાનિક રહીશોએ પીજીવીસીએલ તંત્ર અને યોગ્ય કરવાની માંગ સાથે રજૂઆત કરી
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠાની વધઘટના કારણે રહીશોના વીજ ઉપકરણોને નુકસાન થવાની બૂમરાણો ઉઠી રહી છે, સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ પાછળ પ્રોફેસર સોસાયટી ભૂમિ એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં રહીશો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં એકાએક વીજ પાવર વધી જતા રહીશોના 10 જેટલા મકાનોને અસર થતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ બનાવમાં 3 જેટલા વીજ મીટરો બળી ગયાનુ જાણવા મળ્યું છે. અને રહીશોના ફ્રીજ, ટીવી સહિતના વીજ ઉપકરણોને નુકસાન થયુ હતુ. આ ઘટના સર્જાતા વીજતંત્ર દોડતુ થઇ ગયુ હતુ. ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરીએ અધિકારીને સ્થાનિક લોકોએ જાણકારી આપી યોગ્ય કરવાની માંગ કરી છે.
-A.P : રોપોર્ટ