વહેલી સવારે અમદાવાદ થી રાજકોટ તરફ ઈન્કમટેક્ષના દરોડા પાડવા જતી ટીમનો સોમાસર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો

Photo of author

By SOHAM 24 NEWS

વહેલી સવારે અમદાવાદ થી રાજકોટ તરફ ઈન્કમટેક્ષના દરોડા પાડવા જતી ટીમનો સોમાસર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો

Ahmedabad to Rajkot to conduct income tax raids

આ અકસ્માત સર્જાયો હતો ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ શહેરની એવી જાણીતી એસ.એસ વ્હાઈટ કંપની એંબુલન્સ ડ્રાઈવર નિલેષભાઈ દવે અને રવિભાઈ ની સુજબૂજ થી
ઇન્કમટેક્સના અધિકારીઓને સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા,

Ahmedabad to Rajkot to conduct income tax raids

સુરેન્દ્રનગર શહેરની ટી.બી હોસ્પિટલ

Ahmedabad to Rajkot to conduct income tax raids

નિલેષભાઈ દવે હાલમાં એસ.એસ વ્હાઈટ કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે

Ahmedabad to Rajkot to conduct income tax raids

   રવિભાઈ રાજેશકુમાર ગોંડલિયા મહર્ષિ હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે

સુરેન્દ્રનગર વઢવાણ શહેરની એવી જાણીતી એસ.એસ વ્હાઈટ કંપની એંબુલન્સ રાજકોટ થી વહેલી સવારે પરત આવતી હતી ત્યાંરે એંબુલન્સના ડ્રાઈવર નિલેષભાઈ દવે દૂરથી જોતાં ટ્રાફિક જોયા હતો
ત્યારબાદ ( એસ.એસ વ્હાઈટ કંપની ) એંબુલન્સના ડ્રાઈવર નિલેષભાઈ દવે એંબુલન્સ ગાડી સાઇડમાં મૂકીને તે ટ્રાફિક સર્જાયો હતો ત્યા જોવા ગયા હતા એંબુલન્સના ડ્રાઈવર નિલેષભાઈ દવે એ તરત જ પરત આવીને
રવિભાઈ ને જાણ કરી કે સામે અકસ્માત સર્જાયો આશરે અગિયાર લોકોને ગંભીર ઇજા થઈ હોય તેવું લાગેછે ત્યાર બાદ રવિભાઈએ આ બાબતની જાણકારી સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ટી.બી હોસ્પિટલ ખાતે ટેલિફોન કરીને જાણકરી હતી અને કીધું હતુકે તમો મેડીકલ સ્ટાફ ને તૈયાર કરજો અમો સુરેન્દ્રનગર-મુળી-સોમાસર ગામ પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે લાવીએ છીએ ત્યાર બાદ ફટાફટ એસ.એસ વ્હાઈટ કંપની એંબુલન્સમાં સાત અધિકારીઓ એમાથી બે મહિલા પોલીસ કર્મચારી પણ હતા ત્યાં એટલીવાર માં ૧૦૮ એંબુલન્સ પણ આવીગઈ હતી અને બાકીના અધિકારીઓ ઓને ૧૦૮ એંબુલન્સમાં મુળી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નિલેષભાઈ દવે અને રવિભાઈએ જણાવિયા મુજબ આ બનાવ વહેલી સવારે આશરે ચાર ની આસપાશ બનેલો હોવાનું જણાવ્યુ હતું

તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ટી.બી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં અમદાવાદ થી નીકળેલી ઈન્ટરનેટ કેમ રાજકોટ તરફ કંપનીમાં દરોડા પાડવા જઈ રહી હતી તે સમયે વહેલી સવારે સુરેન્દ્રનગર ના મુળી પાસે આવેલ સોમાસર ગામ પાસે રાત્રી સમયે દરમિયાન ડ્રાઈવરને ઝોકુ આવી જતા ટ્રાવેલ્સ ગાડી ઝાડ સાથે અથડા હતી ત્યારે હાલમાં તમામની તબિયત ગંભીર હોવાનું પણ પોલીસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે

આભાર,સોહમ૨૪ ન્યુઝ નિલેષભાઈ દવે અને રવિભાઈ રાજેશકુમાર ગોંડલિયા સારી કામગિરિ કરવા બદલ સલામ કરેછે .

આ સમાચાર વધુમાં વધુ લોકો સુધી શેર કરજો ….આભાર