Site icon સોહમ 24 ન્યુઝ

આર્થિક સહાય: સુરસાગર ડેરીના 36 મૃતકના વારસદારોને 16.20 લાખની સહાય

આર્થિક સહાય: સુરસાગર ડેરીના 36 મૃતકના વારસદારોને 16.20 લાખની સહાય

Google News Follow Us Link

સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીની સભાસદ ગ્રાહક મરણોતર સહાય યોજના અંતર્ગત મૃત્યુ પામનાર સભાસદોના વારસદારોને આર્થિક સહાય અપાય છે. આથી મૃત્યુપામેલ 36 સભાસદોના વારસદાને રૂ.16.20 લાખના ચેક ચેરમેનના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામોમાં દુધ સહકારી મંડળીઓ રચી તેના મારફત દુધ સંપાદન થકી જિલ્લામાં શ્વેતક્રાંતિ સુરસાગર ડેરીએ સર્જી છે. ત્યારે આ ડેરી સાથે જોડાયેલ 1.30 લાખ પશુપાલકો જોડાયેલ છે.

10 દિવસમાં CMની બીજી મુલાકાત: સુરેન્દ્રનગરમાં CMની ઉપસ્થિતીમાં બિઝનેસ કોન્કલેવનો પ્રારંભ, ઉદ્યોગ ક્ષેત્રે ઝાલાવાડનું નામ મોખરે રાખવા હાકલ કરી

આ દુધમંડળીઓના સભાસદો પૈકી કોઇ પણ સભાસદનું મૃત્યુ થાય ત્યારે દુધ સંઘના સ્વભંડોળમાંથી ચલાવાતી સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત સભાસદના વારસદારને સુરસાગર ડેરી સહાય અપાય છે. જેવર્ષ1-4-21થી આ યોજનામા 5 હજાર વધારી 45 હજારની સહાય કરાઇ છે. આથી ચેરમેન બાબાભાઇ ભરવાડના હસ્તે મૃત્યુપામનાર 36સભાસદોના વારસદારોને 45 હજાર લેખે રૂ.16.20 લાખના ચેક અર્પણ કરાયા હતા.આ અંગે બાબાભાઇ ભરવાડે જણાવ્યુ કે દુધમડળીમાં દુધ ભરતો એક પણ પશુ પાલક જુથ વિમા યોજના રક્ષણ વગર ન રહી જાય માટે પ્રયત્નો કરવા જાગૃતતા લાવવા અને ચર્ચા કરી માર્ગદર્શન અપાયુ છે.

જ્યારે મેનેજીંગ ડીરેક્ટર ગુરદીતસીંગે દુધસંધ સાથે સંયોજીત તમામ દુધ સહકારી મંડળીઓમાં દુધ ભરાવતા ગ્રાહકોના પશુધનને પણ વીમાના રક્ષણ આવરી લેવાઇ છે. 1-4-2022થી 13-6-2022 સુધીમાં ગ્રાહક મરણોતર સહાય યોજના અંતર્ગત 53 વારસદારોને 23,85,000 ચૂકવાયા છે.જનશ્રીવીમા યોજના હેઠળ 10 પશુપાલકોના વારસદારોને 6,80,000 તેમના બેંક ખાતામાં જમા કરાવાયા છે.

આધાર નંબરને વધારે સિક્યોર બનાવો: હવે ક્યાંય પણ આધાર નંબર આપ્યા વગર આધારકાર્ડનો ઉપયોગ કરો, ડાઉનલોડ કરી લો માસ્ક્ડ આધાર

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version