Site icon સોહમ 24 ન્યુઝ

Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ – શંકાસ્પદ 1.46 લાખનાં ઘીનો નાશ કરાર્યો

Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ – શંકાસ્પદ 1.46 લાખનાં ઘીનો નાશ કરાર્યો

તહેવારો નજીક આવતા તંત્ર જાગ્યું – દૂધ, હળદર, મરચુ, સોયાબિન મિક્ષ, પામોલીન ઓઇલ સહિતના 47 નમૂના લેવાયા, 15 દિવસે રિપોર્ટ આવશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. 13 પેઢીમાંથી દૂધ, હળદર, મરચુ, પામોલીન ઓઈલ સહિત વિવિધ ચીજવસ્તુના 47 નમૂના લેવામાં આવ્યા હતા.

શંકાસ્પદ થી નો 1.46 લાખનો મુદ્દામાલનો જથ્થોનો નાશ કરવામાં આવ્યો છે. જયારે નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. સુરેન્દ્રનગર જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ શહેરી વિસ્તારમાં આવેલી પાર્લર તેમજ જીઆઈડીસી અને તાલુકાઓમાં આવેલ અલગ-અલગ પ્રોવિઝન સ્ટોર્સ સહિતના સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

SURENDRANAGAR- નકટીવાવ મેલડીમાં મંદિરે જતો રસ્તો બંધ કરાતા ખેડૂતો ખફા

13 પેઢીઓમાંથી દૂધ, હળદર, મરચુ, પામોલીન ઓઈલ, સોયાબીન ઓઈલ, મીક્ષ દુધ સહિતની ચીજવસ્તુઓના નમુના લેવામાં આવ્યા હતા. તેમજ શંકાસ્પદ ધી નો જથ્થો કિંમત રૂા.1.46 લાખ, 50 કિલો અખાદ્ય ચીજ કિંમત રૂા. 2,500નો નાશ કરવામાં આવ્યો હતો અને કુલ 47 જેટલા સર્વેલનસ નમુના અલગ-અલગ પેઢીઓમાંથી લેવામાં આવ્યા હતા.

જેનાં રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચેકીંગથી હલકી ગુણવત્તાની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ અને પેઢીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

કઈ પેઢીમાંથી કઇ ચીજવસ્તુના નમૂના લેવાયા

પેઢીનું નામ લીધેલા નમુનાની વિગત
ખોડિયાર ડેરી પાર્લર, સુરેન્દ્રનગર મિક્ષ દૂધ, ગાયનું દૂધ
સિધ્ધેશ્વરી સ્વીટ, જોરાવરનગર સિધ્ધેશ્વરી ડેલીશીયસ સ્વીટ
ભવાની ટ્રેડીંગ વત્સલ એ-વન સ્પેશિયલ ઈન્ડિયન સ્વીટ
ગાયત્રી એન્ટરપ્રાઈઝ, વઢવાણ રીફાઈન્ડ પામોલીન અને સોયાબીન ઓઈલ
ક્રિષ્ના ફુડ, સુરેન્દ્રનગર સ્પે.બટર ખારી, માવા ટોસ્ટ
અઝીઝ મસાલા, શેખપર હળવદર પાવડર, મરચુ પાવડર
ચામુંડા પ્રોવીઝન સ્ટોર, રતનપર ડ્રાયફ્રુટસ બ્લેક રાઈઝીંગ, આલમંડ
અમીરભાઈ ઉમેદભાઈ સન્સ કેટી બંધન પ્યોર કાઉ ઘી
આદિનાથ માર્કેટીંગ, સુરેન્દ્રનગર સોપાન કાઉ ઘી
સાંઈ રેસ્ટોરન્ટ, સુરેન્દ્રનગર કાજુ મસાલા
હોટલ શિવભુમી, સુરેન્દ્રનગર પનીર હાંડી
ગાયત્રી સ્વીટ માર્ટ, રતનપર થાબડી માવો
સાંઈનાથ ગૃહ ઉદ્યોગ, જોરાવરનગર ભરવાડી માવો

 

Planning- ચાલુ કાર્યક્રમમાં 2 વર્ષથી પાણી ન આવતું હોવાની આપના આગેવાનની રજૂઆત

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version