જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને અનાજ કીટનું વિતરણ કરાયું.
વિધવા મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે છેલ્લા 24 વર્ષથી સક્રિય સેવા પ્રવૃતિ હાથ ધરતી સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગરના ઉપક્રમે સંતરામ મંદિર નડિયાદ, વડવાળા દેવ મંદિર દુધરેજ, ડો. કે. એલ. મહેતા પરિવાર અમદાવાદના સૌજન્યથી યુવાન વયે વૈદ્યવ્યનો ભોગ બનેલા નાના બાળકો ધરાવતા 611 વિધવા મહિલાઓને પ્રત્યેકને ઘઉં, બાજરી, ચોખા, ગોળ કીટનું વિતરણ ડો. કે. એલ. મહેતાના પ્રમુખ સ્થાને કરાયું હતું. જેનું દિપપ્રગટ્ય જીતેન્દ્રભાઈ વોરાના વરદ હસ્તે કરાયેલ. આ કાર્યક્રમમાં મીનાબેન કે. મહેતા, જાણીતા ઉદ્યોગપતી રાહુલભાઈ ભાનુભાઇ શુક્લ, અંકુરભાઈ કે. મહેતા, સુબોધભાઈ પરીખ, પ્રિતેશભાઈ પરીખ, પ્રીતિબેન સંજયભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાપક શ્રી રાજેશ રાવલે સંસ્થા દ્વારા હાથ ધરતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપી હતી. શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં વિધવા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટની સફળતા માટે આનંદ રાવલ નિર્ધાર ટીમના બહેનોએ જહેમત ઉઠાવી હતી.