Site icon સોહમ 24 ન્યુઝ

બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં RBSK & અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટ દ્વારા ક્લબફૂટની નિ:શુલ્ક સારવાર

બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં RBSK & અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટ દ્વારા ક્લબફૂટની નિ:શુલ્ક સારવાર

Google News Follow Us Link

બોટાદ જીલ્લામાં કલબફૂટ જન્મજાત ખામી ધરાવતા બાળકોનો ઈલાજ બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં થઇ રહ્યો છે, કલબફૂટએ જન્મજાત ખોડ ખાપણ છે. જેમ બાળકના જન્મથી પગ ત્રાસા અંદરની તરફ વળેલા હોઈ છે.

3, જુનના રોજ વિશ્વ ક્લબફૂટ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં પણ વિશ્વ ક્લબફૂટ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સોનાવાલા હોસ્પિટલના સી.ડી.એમ.ઓ શ્રી અલ્પેશ સાહેબ, આરોગ્ય શાખાના અધિકારી આર.સી.એચ.ઓ શ્રી,એ.કે સાહેબ, સોનાવાલા હોસ્પિટલના હાડકાના ડોક્ટર શ્રી ધવલ સાહેબ અને અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટના પોગ્રામ કો-ઓડીનેટર હિતેશભાઈ ચાવડા હાજર રહ્યા હતા.

RBSK, અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટ અને સોનાવાલા હોસ્પિટલ-બોટાદ સહયોગ થી સોનાવાલા હોસ્પિટલમાં દરેક ગુરુવારે સવારે 9:00 થી 12:00 સુધી ક્લબફૂટ વાળા બાળકોની સારવાર તદન મફત કરી આપવામાં આવે છે.

સંપર્ક :- કલબફૂટ સારવાર માટે સંપર્ક નીચે મુજબ કરવા વિનતી.

સોનાવાલા હોસ્પિટલ બોટાદ,

હિતેશભાઈ ચાવડા, મોબાઈલ નંબર :- 7208973870/9714299787

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2023-2024માં ધોરણ-11 (લેટરલ એન્ટ્રી)માં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version