Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો અને કર્મચારીઓને નિઃશુલ્ક માસ્કનું ​વિતરણ કરવામાં આવ્યુ

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નિઃશુલ્ક માસ્ક વિતરણ કર્યા. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા શહેરીજનો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

ત્યારે બહારગામથી આવતા અને બહારગામ જતાં લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં આગેવાનોએ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો તેમજ બસ સ્ટેન્ડ ઉપર હાજર એસટીના કર્મચારીઓ તેમજ લોકોને નિઃશુલ્ક માસ્ક વિતરણ કર્યા હતા.

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્

આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રનગર શહેર પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા પ્રદેશ મંત્રી નિલેષભાઈ વાઘેલા, સંદીપભાઈ મહેતા, એસ.આર.કુરેશી, નટુભાઇ પરમાર, પ્રશાંત ભટ્ટ, દીપકભાઈ ચિહલ્લા વિગેરેઓએ નિઃશુલ્ક માસ્ક વિતરણ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરી મોન્સૂન અંગેની જાણકારી આપી

વધુ સમાચાર માટે…

Exit mobile version