Handloom Chowk – સુરેન્દ્રનગરના હેન્ડલૂમ ચોકના મુખ્ય રસ્તા પર વારંવાર પાણી લીકેજ
- લીકેજ પાણીના કારણે રોડ તૂટતા ચાલકોને અકસ્માતનો ભય
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર જ ખાડાઓ તેમજ પાણી ભરાવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે હેન્ડલૂમ ચોક કે જ્યાં ચાર રસ્તાઓ ભેગા થાય છે ત્યાં પાણી લીકેજ સાથે ખાડામાં પાણી ભરાતા રાહદારીઓ, વાહનચાલકો દુકાનદારો સહિતના લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે.
આ રસ્તાની આજુબાજુ પણ મોટી સંખ્યામાં દુકાનોદાર દુકાનો ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અનઘટ મહાદેવ મંદિર સામે હેન્ડલૂમચોકના મુખ્ય માર્ગ પર જ રસ્તાની નીચેથી પસાર થતી લાઈનમાંથી પાણી લીકેજ થઇ રહ્યુ હોવાની રાવ ઉઠી છે. આ પાણી મોટા પ્રમાણમાં રસ્તા બહાર નીકળતા દિવસે દિવસે રસ્તા પર ખાડાઓ પણ પડી ગયા છે. આથી રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અન્ય પ્રમાણો પાણ છે.