Site icon સોહમ 24 ન્યુઝ

GJ-13-BD સિરીઝના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે

GJ-13 Surendranagar – GJ-13-BD સિરીઝના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા “GJ-13-BD” સિરીઝના ગોલ્ડન/સિલ્વર તેમજ લોકોને પસંદગીનાં નંબરની ફાળવણી માટે ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવી છે. કચેરીમાં મોટરસાયકલ વાહનના નંબર માટેની GJ13BD 0001 To 9999 E-AUCTION માટે શરૂ કરવામાં આવી છે.

આ સિરીઝની નંબર પ્લેટ મેળવવા ઇચ્છુક વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન દિવસ-7 માં કરાવી ઓનલાઇન વેબસાઈટ http://parivahan.gov.in/fancy પર પણ રજીસ્ટ્રેશન કરી ઈ-ઑક્શનમાં ભાગ લઇ શકાશે. ઈ-ઑક્શન માટે તારીખ-25/01/2023 થી 11/02/2023 સુધીમાં ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લિકેશન કરવાની રહેશે. તા.11/02/2023 થી તા.13/02/2023 ના રોજ ઈ-ઑક્શનનું બિડીંગ ઓપન થશે. તા.14/02/2023 સુધીમાં રજીસ્ટ્રેશન ફોર્મ તથા CAN ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(એ.આર.ટી.ઓ કચેરી)બહુમાળી ભવનખેરાળી રોડસુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાનું રહેશે. વધુમાં વાહનના સેલ ઇન્વોઇસ/વીમા/સી.આર.ટી.એમ પૈકી જે વહેલું હોઈ તે તારીખથી 07 દિવસમાં અરજી કરવાની રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.

ધ્રાંગધ્રા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version