Site icon સોહમ 24 ન્યુઝ

કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને 20 ફેબ્રુઆરીના રોજ “માર્ગદર્શન શિબિર” યોજાશે

Guidance Camp – કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને 20 ફેબ્રુઆરીના રોજ “માર્ગદર્શન શિબિર” યોજાશે

જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર, સમાજ કલ્યાણ શાખા અને જિલ્લા સામાજિક ન્યાય સમિતિના સહયોગથી સરકારશ્રી દ્વારા  અનુસૂચિત જાતિઓના લાભાર્થીઓ માટે અમલી યોજનાઓની વિસ્તૃત માહિતી મળી રહે તેવા હેતુસર તા.20 ફેબ્રુઆરી, સોમવારના રોજ સવારે 9:30 કલાકે જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને તેમજ નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બબુબેન પાંચાણીની પ્રેરક ઉપસ્થિતિમાં “માર્ગદર્શન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે

આ શિબિરમાં ધારાસભ્ય સર્વશ્રી  કિરીટસિંહ રાણા, શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પી. કે પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અનુસૂચિત જાતિઓના લાભાર્થીઓ માટે અમલી યોજનાઓની માહિતી લોકો સુધી બહોળા પ્રમાણમાં  પહોંચી શકે તે માટે આ “માર્ગદર્શન શિબિર” નો લાભ લેવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

અરૂણા ડાવરા

સુરેન્દ્રનગર ખાતે નિવાસી અધિક કલેકટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version