Site icon સોહમ 24 ન્યુઝ

હેપ્પી બર્થ ડે સુપ્રિયા પાઠક: ખીચડીની ‘હંસા’ એટલે કે સુપ્રિયા પાઠકે 11 વર્ષ બાદ કર્યું…

હેપ્પી બર્થ ડે સુપ્રિયા પાઠક: ખીચડીની ‘હંસા’ એટલે કે સુપ્રિયા પાઠકે 11 વર્ષ બાદ કર્યું…

Google News Follow Us Link

સુપ્રિયા પાઠકે (Supriya Pathak) વર્ષ 1981માં ફિલ્મ “કલયુગ” થી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે સહાયક એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી.

ટીવી કલાકારો ઘણીવાર ફિલ્મો તરફ ઝુકાવતા હોય છે. તેમના જીવનનો હેતુ ફિલ્મોમાં કામ કરવાનો છે. ભારતીય એક્ટ્રેસ અને ટીવી કલાકાર સુપ્રિયા પાઠકની (Supriya Pathak) પણ આવી જ ઈચ્છા હતી. તે નાના પડદાના લોકપ્રિય શો ‘ખિચડી’માં ‘હંસા’ના રોલથી પ્રખ્યાત થઈ હતી. આ પાત્રને કારણે તેને ઘર-ઘરમાં ઓળખ મળી. સુપ્રિયા પાઠકનો જન્મ 7 જાન્યુઆરી 1961ના રોજ મુંબઈમાં થયો હતો.

તેમના પિતાનું નામ બલદેવ પાઠક અને માતાનું નામ દીના પાઠક છે. તેમની માતા દીના પાઠક પણ વ્યવસાયે અભિનેત્રી અને ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ રહી છે. સુપ્રિયા પાઠકની એક જ બહેન છે – રત્ના પાઠક, જે બોલિવૂડ ફિલ્મોની સફળ અને શ્રેષ્ઠ અભિનેત્રી છે. સુપ્રિયા પાઠકે વર્ષ 1988માં ફિલ્મ નિર્દેશક પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને સુપ્રિયા તેમની બીજી પત્ની છે. બંનેને સના કપૂર અને રૂહાન કપૂર નામનો એક પુત્ર અને પુત્રી છે. અભિનેતા શાહિદ કપૂર તેનો સાવકો પુત્ર છે.

ગુજરાતમાં આગામી તહેવાર પર પ્રતિબંધ! જાહેરનામું અમલી; ચાઇનિઝ દોરી- તુક્કલ વેચનારા ખાસ વાંચી લેજો નહીં તો…

ફિલ્મ “કલયુગ” થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

સુપ્રિયા પાઠકે તેની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1981માં ફિલ્મ ‘કલયુગ’થી કરી હતી. આ ફિલ્મમાં તે સહાયક અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ પછી તેણે વિજેતા, માસૂમ, મિર્ચ-મસાલા અને રાખ જેવી ઘણી ફિલ્મો કરી હતી. વાસ્તવમાં, સુપ્રિયા પાઠક ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કોઈ ખાસ ઓળખ મેળવી શકી ન હતી. તે માત્ર સહાયક અભિનેત્રી તરીકે જ રહી. આ જાણીને તેણે ફિલ્મોમાંથી લાંબો બ્રેક લીધો અને લગભગ 11 વર્ષ બાદ ફરીથી ફિલ્મોમાં કમબેક કર્યું.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા- રામ લીલા’માં તેમના અભિનયથી તેમણે બધાને સાબિત કરી દીધું કે તેમણે 11 વર્ષનો લાંબો બ્રેક લીધો હોવા છતાં તેમની અંદરનો કલાકાર હજી પણ જીવંત છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેના રોલ માટે તેને ઘણી પ્રશંસા મળી હતી. આ સાથે, તેણીને આ જ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

સાળંગપુર હનુમાન મંદિરમાં ભોજનાલય બનાવવા “શ્રી રામ” લખાયેલી 12 લાખ ઇંટો ભેટ અપાશે

સુપ્રિયા પાઠકની ફિલ્મી કારકિર્દી ખતમ થવા જઈ રહી હતી

એક સમય એવો હતો જ્યારે સુપ્રિયા પાઠકને લાગ્યું કે તેની ફિલ્મી કરિયર પૂરી રીતે ખતમ થઈ જશે. ત્યારે જ તેણે નક્કી કર્યું કે તે નાના પડદા તરફ વળશે. તેણે તેની વિચારસરણી મુજબ જ કર્યું અને તે પછી તેણે ઘણા ટેલિવિઝન શો કર્યા. સીરિયલ ‘ખિચડી’માં ભજવેલી ‘હંસા’ના રોલથી તેને પ્રસિદ્ધિ મળી, ત્યારબાદ લોકો તેને ‘હંસા’ના નામથી પણ બોલાવવા લાગ્યા અને આજે પણ લોકો તેને આ નામથી જ બોલાવે છે.

કોરોના વિસ્ફોટને પગલે અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગોત્સવ રદ

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version