Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન
આ ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો સોમવાર કરતા હશે, તો ઘણા લોકો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હશે. ઉપવાસ કરવાનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે, સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે ચોમાસામાં ઉપવાસ કરવાથી તબિયત સારી રહે છે. પણ પ્રશ્ન એ છે કે ઉપવાસ કરવાથી આપના શરીરને ફાયદો થાય છે કે નુકસાન પહોંચે છે?
હવે સામાન્ય રીતે ઉપવાસને લોકો આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડે છે અને તેની સામે અત્યારની જનરેશન વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે પણ ઉપવાસ રાખે છે પણ પ્રશ્ન એ જ છે કે ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? ઘણા નિષ્ણાતો એવું કહે છે દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે આ ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Kolkata Rape-Murder – કોલકતા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
હવે સામાન્ય રીતે ઉપવાસ દરમિયાન ઘઉં-ચણાનો લોટ અને અનાજ નથી ખાવામાં આવતી આ રીતે ઉપવાસ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ મળે છે પણ આ દરમિયાન સામાન્ય રીતે લોકો વધુ ફરાળી વસ્તુઓ ખાવાના ચક્કરમાં વધુ તેલવાળું કે તળેલી વસ્તુઓ ખાવા લાગે છે તો એવું ન કરવું જોઈએ. જ્યારે પણ તમે વ્રત રાખો છો ત્યારે તમારે ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ, જ્યુસ, પાણી, દૂધ વગેરેનું સેવન વધુ કરવું જોઈએ.
ઘણા લોકો નિર્જળા વ્રત કે ઉપવાસ કરતાં હોય છે તો ઘણા નિષ્ણાતો કહે છે કે પાણી વગરનું વ્રત ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે પાણી ન પીવાથી શરીરની અંદર રહેલા વેસ્ટ મટીરિયલ્સ હોય છે એ શરીરમાંથી બહાર નથી આવી શકતા જેના કારણે શરીર અનેક રોગોનો ભોગ બને છે.
Bharat Bandh – ‘અનામત બચાવવા’ 21 ઑગસ્ટે ભારત બંધનું એલાન, કોણે આપ્યું સમર્થન અને શું છે મુદ્દાઓ?
ઘણા લોકો એકટાણું કરતાં હોય છે કે સૂરજ આથમ્યા પછી વ્રત તોડીને એક વખત જમતા હોય છે એ સમયે પણ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આખો દિવસ ઓછું ખાવાના કારણે વધુ ભૂખનો અનુભવ થવો નોર્મલ છે પણ એક સાથે વધુ ખોરાક ન ખાવો જોઈએ અને ખાસ કરીને સબ્જી રોટી જેવો સાત્વિક ખોરાક ખાવો જોઈએ.
ઉપવાસ કરવાના ઘણા ફાયદા છે સાથે જ લોકોએ ઘણી વાતોનું ધ્યાન પણ રાખવું પડશે જેમ કે ઉપવાસ દરમિયાન તમારે હાઇડ્રેટેડ રહેવું જોઈએ અને સમયાંતરે ફ્રૂટ્સ જે બીજી કોઈ હેલ્થી વસ્તુઓ ખાતું રહેવું જોઈએ. જો ભૂખને કારણે શરીરમાં નબળાઈ લાગે તો મારા મત મુજબ ઉપવાસ તોડીને જમી પણ લેવું જોઈએ.
Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે