Site icon સોહમ 24 ન્યુઝ

હેલ્થ ટિપ્સ: દરરોજ 40 મિનિટ કસરત કેમ કરવી જોઈએ? જુઓ આ વીડિયો

હેલ્થ ટિપ્સ: દરરોજ 40 મિનિટ કસરત કેમ કરવી જોઈએ? જુઓ આ વીડિયો

Google News Follow Us Link

આપણાં રોજીંદા જીવનમાં શારીરિક તંદુરસ્તી અને સક્રિય જીવનશૈલીના મહત્વ પર પૂરતો ભાર આપી શકાતો નથી. ડૉક્ટરો અને નિષ્ણાતો હંમેશાં કહેતા આવ્યા છે કે, વજન ઉતારવાની વાત હોય કે સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવાની વાત હોય દરરોજ કસરત કરવી એ નિત્યક્રમનો એક ભાગ હોવો જોઈએ, જેથી તમે તમારાં લક્ષ્યાંકો સરળતાથી હાંસલ કરી શકો.

શું તમે કસરત કરો છો? જો હા, તો ક્યાં સુધી? માત્ર 10 મિનિટ સુધી યોગા મેટ ફેલાવવાથી અથવા દરરોજ 15 મિનિટ સુધી દોરડાં કૂદવાથી તમને ઇચ્છિત આરોગ્ય અને તંદુરસ્તી મળી શકે નહીં. ન્યૂટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલના જણાવ્યા મુજબ દરરોજ કમ સે કમ 40 મિનિટની ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે. તેણીએ એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં તેને સમજાવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પહેલી 20 મિનિટમાં શરીર ફક્ત ગરમ થાય છે. 20 મિનિટ પછી જ શરીરમાં ચરબી ઓગળવાનું શરૂ થાય છે.

                                    https://www.instagram.com/p/CedFJP4DPcT/

નિષ્ણાતના જણાવ્યા અનુસાર, હવે પછી જ્યારે તમે કહો કે તમે 30 મિનિટ સુધી કસરત કરી છે ત્યારે યાદ રાખજો કે ચરબીને બર્ન કરવા માટે દરરોજ કમ સે કમ 40 મિનિટ સુધી કસરત કરવી જોઈએ. આ ખાસ કરીને એવા લોકો માટે મહત્વપૂર્ણ છે કે, જે ફીટ દેખાવા અને વજન ઓછું કરવા માગે છે. ધ્યાનમાં રાખો કે જેટલી કસરત કરવી મહત્વપૂર્ણ છે તેટલી જ ઊંધ પણ જરૂરી છે. દરરોજ કમ સે કમ 7-8 કલાકની ઊંઘ ફરજિયાતપણે લેવી. આ ઉપરાંત ડાયટનું પણ ધ્યાન રાખવું. ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો, જેમાંથી તમને ભરપૂર પોષણ મળી રહે.

હેલ્થ ટિપ્સ: શરીરમાં આયર્નની ઊણપને કારણે વાળ ખરશે, તો ડિપ્રેશનનું પણ છે જોખમ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version