Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરમાં બોરવેલમાં પડી ગયેલા બાળકનું દિલધડક રેસ્કયૂ, સ્થાનિકોથી લઈ સેનાનાં જવાનોની કાબિલેદાદ કામગીરી

સુરેન્દ્રનગરમાં બોરવેલમાં પડી ગયેલા બાળકનું દિલધડક રેસ્કયૂ, સ્થાનિકોથી લઈ સેનાનાં જવાનોની કાબિલેદાદ કામગીરી

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના દુદાપુરા ગામમાં બાળક બોલવેલમાં પડી ગયું હતું. જેને બચાવવા આર્મીથી માંડીને ગ્રામજનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતુ.

Google News Follow Us Link

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામે બોરવેલમાં બાળક પડી ગયું હતું. આ બાળકની ઉંમર અછી વર્ષ જેટલી જ હતી. બાળક પડવાની જાણ થતા આર્મી, ફાયર અને ગ્રામજનો સહિત બધાએ બાળકનું બચાવ અભિયાન હાથ ધર્યું હતું. અને સાડા ત્રણ ચાર કલાકની જહેમત બાદ બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું ત્યાર બાદ બાળકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં અઢી વર્ષનો શિવમ મંગળવારે સાંજના સુમારે રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો.આબોરવેલ 300થી 350 ફૂટ ઉંડો હતો. બાળકના રડવાનો અવાજ આવતા તેના માતા પિતાના જાણ થઈ હતી, તેની માતાએ પ્રથમ આ અંગે જાણ થતા તેણે ગભરાઇને શિવના પિતાને બોલાવ્યા હતા જોકે માતા-પિતાએ જાતે શિવમને બચાવવા પ્રયત્નો કર્યા હતા. જે નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ ગભરાયેલા માતા-પિતાએ સ્થાનિક તંત્રને જાણ કરી હતી ત્યાર બાદ ગ્રામજનો, પોલીસ, આર્મી ફાયર વિભાગ, માલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતો અને બાળકને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું. ત્યાર બાદ આર્મીની પણ મદદ લેવામાં આવી હતી અને આર્મીના જવાનોએ બાળકને નુકસાન ન થાય તેમજ બાળક વધુ ન ગભરાય તે પ્રકારના પ્રયત્નો હાથ ધર્યા હતા અને ટૂંકા ગાળામાં જ બાળકને  સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું.

બાળકને સુરક્ષિત બહાર કાઢયા બાદ પ્રાથમિક સારવાર માટે ધ્રાંગધ્રાની હોસ્પિટલ અને ત્યાર બાદ સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યો હતો. બાળકને સુરક્ષિત જોતા જ તેના માત પિતાના જીવમાં જીવ આવ્યો હતો અને  બાળકને સુરક્ષિત જોતા  આર્મી તેમજ ગ્રામજનોએ  રાહતનો શ્વાસ લીધો  હતો.

એસ.એસ.વ્હાઈટ કંપનીનાં માલિક શ્રી.રાહુલ શુક્લનું કર્મચારીઓ દ્વારા ભવ્ય સ્વાગત

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી 

Google News Follow Us Link

Exit mobile version