Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો

સુરેન્દ્રનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો

સવારથી આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતા અસહ્ય બફારો અનુભવાયો હતો, પણ રાત્રે ઠંડકનો માહોલ છવાઇ ગયો

Google News Follow Us Link

સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગર શહેરમાં સવારથી આખો દિવસ વાતાવરણમાં ભારે ઉકળાટ અનુભવાયો હતો. ત્યાર બાદ રાત્રીના 7-45 પછી એકાએક વાદળા ઘેરાઇ ગયા હતાં અને ઠંડા પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. તેના કારણે સમગ્ર શહેરમાં ઠંડકનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે વરસાદી વાતાવરણ સુરેન્દ્રનગર શહેર સહિત નજીકના વિસ્તારો અને તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળવાઇ રહ્યુ હતું.

સુરેન્દ્રનગર સવારથી આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતા અસહ્ય બફારો અનુભવાયો હતો, પણ રાત્રે ઠંડકનો માહોલ છવાઇ ગયો હતો. રાત્રીના 7-30 વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વીજળીના ચમકારા થવા લાગ્યા હતાં. તેની સાથે ઠંડો પવન ફૂકાવા લાગ્યો હતો અને જોતજોતામાં ધોધમાર વરસાદનું આગમન થયુ હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ શરૃ થયો હોવાના અહેવાલો સાંવડે છે.

મેરા હત્યાકેસ: કપૂત; રોકડા રૂ.2 લાખ અને જમીન માટે પુત્રે નિદ્રાધીન માતાપિતાને કાયમ માટે સુવાડી દેવા કાવતરું ઘડ્યું હતું

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર

Google News Follow Us Link

Exit mobile version