Site icon સોહમ 24 ન્યુઝ

RILનો શેર એક વર્ષમાં કેટલી કમાણી કરાવશે? એક્સપર્ટ્સે કરી મોટી આગાહી

How much will RIL earn in a year? Experts make big predictions

How much will RIL earn in a year? Experts make big predictions

RILનો શેર એક વર્ષમાં કેટલી કમાણી કરાવશે? એક્સપર્ટ્સે કરી મોટી આગાહી

સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર એક્સપોર્ટ ડ્યૂટીમાં વધારો (Export duty hike) કરતા શુક્રવારે રિલાયન્સનો શેર 7 ટકા કરતા વધારે તૂટ્યો હતો. હવે લાંબા ગાળા માટે આ સ્ટોકમાં એન્ટ્રી કરવાનો આ ઉત્તમ સમય છે. આ શેરમાં એન્ટ્રી કરશો તો એક વર્ષમાં ઓછામાં ઓછા 15થી 20 ટકા વળતર (RIL target price) મળવાની શક્યતા છે.

Google News Follow Us Link

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર (RIL Share) અત્યારે ચર્ચામાં આવી ગયો છે. આ શેર જોરદાર ગતિએ આગળ વધી રહ્યો હતો તેવામાં સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર એક્સપોર્ટ ડ્યૂટીમાં વધારો (Export duty hike) કરતા શુક્રવારે રિલાયન્સનો શેર 7 ટકા કરતા વધારે તૂટ્યો હતો. હવે આ સમાચાર ફેક્ટર ઈન થઈ ગયા છે તેથી લાંબા ગાળા માટે આ સ્ટોકમાં એન્ટ્રી કરવાનો આ ઉત્તમ સમય છે તેમ એક્સપર્ટ્સ માને છે. આ વિશે અમે Stockaxisના CIO અને માર્કેટના નિષ્ણાત દલજિતસિંહ કોહલી સાથે વાત કરીને તેમનો મત જાણ્યો હતો. કોહલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર માટે પોઝિટિવ છે અને આગામી એક વર્ષ માટે ખરીદવાની ભલામણ કરે છે. તેમણે કહ્યું કે અત્યારે આ શેરમાં એન્ટ્રી કરશો તો એક વર્ષમાં ઓછામાં ઓછા 15થી 20 ટકા વળતર (RIL target price) મળવાની શક્યતા છે.

ETને આપેલી મુલાકાતમાં રિલાયન્સ માટે તેમણે કહ્યું કે, “આ શેરમાં લોંગ ટર્મ ખરીદદારો માટે તક આવી છે. અમારા પોર્ટફોલિયોમાં રિલાયન્સ સામેલ છે અને દરેક ઘટાડે તેને ઉમેરી રહ્યા છીએ. કોઈ પણ મજબૂત શેરમાં એક દિવસમાં 8થી 10 ટકાનો ઘટાડો આવે તો તેને ખરીદવા માટે સારી તક કહી શકાય. બજારમાં પહેલેથી ચર્ચા ચાલતી હતી કે કોઈ નવો ટેક્સ આવવાનો છે. કંપની જંગી નફો કરી રહી છે અને તે રકમ ફરી સરકારની તિજોરીમાં જવાની છે તે વાતની બજારને ખબર હતી.”

Share market: સપ્તાહના પહેલા સત્રની જોરદાર શરૂઆત, Sensex 60 હજાર ઉપર ખુલ્યો

એટલું યાદ રાખો કે રિલાયન્સનું વેલ્યૂએશન માત્ર ઓઈલ બિઝનેસ માટે ન હતું. તેના રિટેલ અને ટેલિકોમ બિઝનેસે પણ વેલ્યૂએશનને આગળ વધારવામાં મદદ કરી છે. તેથી 2300થી 2400ની પ્રાઈસ બેન્ડમાં આ એક સારો શેર છે. એક વર્ષની અંદર તેમાં લગભગ 20 ટકા જેટલું વળતર આસાનીથી મળી શકશે. સરકારે લાદેલા ટેક્સના કારણે કંપનીના અર્નિંગમાં ઘટાડો થશે પરંતુ તે બહુ મોટો નહીં હોય.

IT સ્ટોક્સ વિશે શું માનો છો?

તેમણે કહ્યું કે અમે છેલ્લા ત્રણ મહિનામાં IT સ્ટોક્સમાં 20થી 30 ટકાના ઘટાડા પછી તેઓ આઈટી સેક્ટર (IT Stocks to invest) માટે પોઝિટિવ છે. તેમણે પોતાના પોર્ટફોલિયોમાં ઈન્ફોસિસ (Infosys) અને વિપ્રો (Wipro)ને સમાવ્યા છે અને વધુને વધુ શેર ખરીદી રહ્યા છે. અમે બીજા સ્ટોક્સને ખરીદવાનું હમણાં ટાળ્યું છે. અમે કેટલાક મિડકેપ્સનો વિચાર કરી જોયો હતો, પરંતુ અત્યારે લાર્જ કેપ્સ પર નજર છે. અમને લાગે છે કે આઈટી સેક્ટરના આંકડા સારા આવશે કારણ કે ડિમાન્ડ હજુ સારી છે. ગયા ક્વાર્ટરમાં આઈટી કંપનીઓનું માર્જિન પણ ઘણું સારું હતું.

Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

ગર્લફ્રેન્ડના મોતથી જીવન બદલાયું: દિલ તૂટતાં સાત વર્ષમાં 38 દેશનો પગપાળા પ્રવાસ કર્યો, સાથે ગયેલા ડોગનો વર્લ્ડ રેકોર્ડ

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link

Exit mobile version