સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણના પ્રથમ તબક્કામાં ૯૭૩૧ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાઇ
- કોરોના મહામારી વિરુદ્ધ દેશભરમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે
- તા. ૧૫/૦૧/૨૦૨૧ ના રોજથી રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો હતો
- આશરે ૯૭૩૧ ફ્રન્ટલાઇન વોરરિયર્સને રસી આપવામાં આવી છે.
કોરોના મહામારી વિરુદ્ધ દેશભરમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા. ૧૫/૦૧/૨૦૨૧ ના રોજથી રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો હતો. રસીકરણના પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરરિયર્સ એવા આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, શિક્ષકો સહિતનાને મળીને આશરે ૯૭૩૧ ફ્રન્ટલાઇન વોરરિયર્સને રસી આપવામાં આવી છે.
જે અંતર્ગત જિલ્લાના ચોટીલા તાલુકામાં ૧૭૫ પોલીસ કર્મીઓ, ૧૮ નગરપાલિકાના કર્મીઓ, ૬૩ મહેસૂલી કર્મીઓ અને ૬૦૦ શિક્ષકો મળીને કુલ ૮૫૬ કોરોના વોરિયર્સ, ચુડા તાલુકામાં ૧૫૯ પોલીસ કર્મીઓ, ૬૭ મહેસૂલી કર્મીઓ અને ૩૧૪ શિક્ષકો સહિતના મળીને કુલ ૫૪૧ કોરોના વોરિયર્સ, ધ્રાંગધ્રા તાલુકામાં ૩૩૦ પોલીસ કર્મીઓ, ૧૫૧ નગરપાલિકાના કર્મીઓ, ૯૪ મહેસૂલી કર્મીઓ અને ૬૦૧ શિક્ષકો મળીને કુલ ૧૧૭૬ કોરોના વોરિયર્સ, લખતર તાલુકામાં ૧૪૫ પોલીસ કર્મીઓ, ૬૨ મહેસૂલી કર્મીઓ અને ૨૬૬ શિક્ષકો મળીને કુલ ૪૭૩ કોરોના વોરિયર્સ, લીંબડી તાલુકામાં ૧૯૨ પોલીસ કર્મીઓ, ૬૫ નગરપાલિકાના કર્મીઓ, ૧૩૦ મહેસૂલી કર્મીઓ અને ૪૭૭ શિક્ષકો મળીને કુલ ૮૬૪ કોરોના વોરિયર્સ, મુળી તાલુકામાં ૨૪૬ પોલીસ કર્મીઓ, ૫૪ મહેસૂલી કર્મીઓ અને ૪૫૫ શિક્ષકો સહિતના મળીને કુલ ૭૫૯ કોરોના વોરિયર્સ, પાટડી તાલુકામાં ૩૦૪ પોલીસ કર્મીઓ, ૩૭ નગરપાલિકાના કર્મીઓ, ૮૨ મહેસૂલી કર્મીઓ અને ૬૭૬ શિક્ષકો મળીને કુલ ૧૦૯૯ કોરોના વોરિયર્સ, સાયલા તાલુકામાં ૧૮૭ પોલીસ કર્મીઓ, ૭૭ મહેસૂલી કર્મીઓ અને ૬૬૫ શિક્ષકો મળીને કુલ ૯૨૯ કોરોના વોરિયર્સ, થાનગઢ તાલુકામાં ૨૩૫ પોલીસ કર્મીઓ, 47 મહેસૂલી કર્મીઓ અને 353 શિક્ષકો સહિતના મળીને કુલ ૬૪૭ કોરોના વોરિયર્સ અને વઢવાણ તાલુકામાં ૧૨૫૪ પોલીસ કર્મીઓ, ૨૨૩ નગરપાલિકાના કર્મીઓ, ૨૩૩ મહેસૂલી કર્મીઓ અને ૬૭૭ શિક્ષકો મળીને કુલ ૨૩૮૭ કોરોના વોરિયર્સ મળી પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૯૭૩૧ કોરોના વોરિયર્સને રસી આપીને કોરોના સામે રક્ષીત કરવામા આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રસીકરણના બીજા તબક્કામાં તા. ૧ લી માર્ચથી કોમોર્બિલિટી અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા લોકોને રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.