Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ શહેરી વિસ્તારોમાં તા. 20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેમ્પનું આયોજન

વઢવાણ શહેરી વિસ્તારોમાં તા. 20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેમ્પનું આયોજન

વઢવાણ શહેરી વિસ્તારોમાં તા.20 સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેમ્પનું આયોજન

Google News Follow Us Link

સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકારશ્રી તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતાબીપીએલ લાભાર્થીઓવર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસીવઢવાણ નગરપાલિકારંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સપ્ટેમ્બર સુધી સવારે 10:00 કલાક થી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડરેશનકાર્ડઆવકનો દાખલોમા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવાયું છે.

કેનેડાના સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર લખવામાં આવ્યા ભારત વિરોધી નારા, ત્વરિત કાર્યવાહીની માંગ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version