Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે અનેક મકાનોના છાપરા ઉડયા હતા

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે અનેક મકાનોના છાપરા ઉડયા હતા

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે અનેક મકાનોના છાપરા ઉડયા હતા

તાઉતે વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગરના અનેક મકાનોના છાપરા ઉડી જવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સુરેન્દ્રનગરમાં ફૂંકાયો હતો. 110થી 120 કિમીની ઝડપે સુરેન્દ્રનગરમાં પવન ફૂંકાયો હતો.

જેને લઇને અનેક મકાનોના છાપરાઓ ઉડી જવા પામ્યા છે અને અનેક મકાનો પણ ધારાશાહી બની જવા પામ્યા છે. ત્યારે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે મકાનોના છાપરા ઉડયા હતા તે મકાન માલિકો દ્વારા છાપરા રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવ્યો છે. અનેક મકાનો હાલમાં ધારાશાહી બન્યા છે.

સુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

આગામી દિવસોમાં સર્વેકામ કરી અને તંત્ર દ્વારા કોઈ ને કોઈ આર્થિક રકમ ફાળવવામાં આવશે તેવી મહત્વની જાહેરાત પણ જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી છે. પરંતુ જે મકાનો અને સામાન્ય છાપરા નીકળી ગયા છે. તે આજે વહેલી સવારથી મકાન માલિકો દ્વારા છાપરાનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અંદાજીત 38 મકાનોના છાપરા ઉડયા હોવાનું પણ તંત્ર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડાએ સુરેન્દ્રનગરમાં તારાજી સર્જી છે ભારે પવન સાથે વરસાદના પગલે 38 ઘરોના છાપરા ઉડી ચૂક્યા હતા ત્યારે આજે વહેલી સવારથી મકાન માલિકો દ્વારા પોતાના ઘરોના છાપરાના રિપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર તાઉતે વાવાઝોડામાં પોલીસ જવાનોની કામગીરીને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર કુમાર બગડીયાએ બિરદાવી

વધુ સમાચાર માટે…

Exit mobile version