- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારસાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના  'નવીન દૂધ ઘર'નું લોકાર્પણ

સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના  ‘નવીન દૂધ ઘર’નું લોકાર્પણ

- Advertisement -

સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના  ‘નવીન દૂધ ઘર’નું લોકાર્પણ

સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના ‘નવીન દૂધ ઘર’નું લોકાર્પણ

દુનિયામાં ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે ગુજરાતના આર્થિક વિકાસમાં પશુપાલન પ્રવૃત્તિનું યોગદાન સવિશેષ રહ્યું છે

સુપ્રસિદ્ધ સાહિત્યકાર હેમુભાઈ ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે હેમ તીર્થની મુલાકાત

Google News Follow Us Link

સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના 'નવીન દૂધ ઘર'નું લોકાર્પણ

કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના ‘નવીન દૂધ ઘર’નું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં સાહિત્યકાર સ્વ. શ્રી હેમુભાઈ ગઢવીના પ્રદાન વિશે વાત કરતા જણાવ્યું કે તેમના યોગદાનના કારણે જ આ ગામ ‘હેમ તીર્થ’ના હુલામણા નામથી પણ ઓળખાય છે. આજે સ્વ.સાહિત્યકારશ્રી હેમુભાઈની પુણ્ય તિથિ હોવાથી એમને યાદ કરવાનો દિવસ છે. ચારણ, ગઢવી સમાજ મૂળ માલધારી છે. પશુપાલન એમનો શોખ રહ્યો છે. દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો એક માત્ર ભારત દેશ છે.

સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના 'નવીન દૂધ ઘર'નું લોકાર્પણ

ગુજરાતના ગામડાઓના પશુપાલન, ડેરી ઉદ્યોગમાંથી રોજના દોઢસો કરોડ રૂપિયા મળે છે જે આર્થિક અર્થતંત્ર પર વિશેષ મહત્વ ધરાવે છે. ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખવા માટે હાલ પશુપાલન ઉદ્યોગોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. કોરોના કપરા સમયે સરકારશ્રી દ્વારા વેક્સિન મફત આપવામાં આવી હતી. તેજ રીતે સમગ્ર દેશ માં પશુઓ માટે પણ સરકારશ્રી મફત રસી આપશે. પશુ ડોકટરોની નિમણુક પણ કરવામાં આવી છે

સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના 'નવીન દૂધ ઘર'નું લોકાર્પણ

આ ઉપરાંત પશુપાલકો માટે સરકારશ્રી દ્વારા પશુઓની સારવાર અર્થે 4 હજાર પશુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. તેમણે સરકાર દ્વારા સહકારી ક્ષેત્રે પશુપાલકોના હિતમાં લેવાયેલા કલ્યાણકારી નિર્ણયો અને વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી. વધુમાં 400થી વધુ વસ્તી ધરાવતા માલધારી, પશુપાલક પરિવારને નવીન દૂધ ઘરના નિર્માણ માટે પશુપાલકો, ગ્રામજનો તેમજ સુરસાગર મંડળીના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.

સાયલા ખાતે શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના 'નવીન દૂધ ઘર'નું લોકાર્પણ

મંત્રીશ્રી સહિતના અગ્રણીઓએ ત્યારબાદ ‘હેમ તીર્થ’ ની મુલાકાત લીધી હતી. સ્વ.હેમુભાઈની પુણ્ય તિથિ નિમિત્તે મહાનુભાવોએ હેમતીર્થમાં ઓડિયો વિડિયો ટૂંકી ફિલ્મ નીહાળી તેમના જીવન કવનથી માહિતગાર થયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઝાલાવાડી પાઘડી, ઝાલાવાડી બંડી તથા પુષ્પગુચ્છ આપીને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન દૂધ મંડળીના એમ.ડી. ગુરુદિતસિંહ એ તેમજ આભાર વિધિ મંડળીના  પી.આર.સી. વડા વનરાજસિંહ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સુર સાગર ડેરી વઢવાણના ચેરમેન શ્રી બાબાભાઈ  ભરવાડ, શ્રી ઢાંકણીયા દૂધ ઉત્પાદન સહકારી મંડળી

લી. ના પ્રમુખ શ્રી નવલદાન દોલુભા ગઢવી, મંત્રી શ્રી સમરતદાન માવુભા ગઢવી, ગામના સરપંચ રાજુભાઈ, અગ્રણી શ્રી

જગદીશભાઈ મકવાણા, કલેકટરશ્રી કે.સી સંપટ, ડીડીઓ શ્રી પ્રકાશ મકવાણા, દૂધ મંડળીના સભાસદો સહિત

પશુપાલકો તેમજ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

લખતરના કડુ પાસે અકસ્માત : યુવકને તાવ આવતો હોવાથી બે મિત્રો હોસ્પિટલ લઇ જવા નીકળ્યા, બંધ ટ્રક

પાછળ બાઇક ઘૂસી જતાં ત્રણેયના મોત

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...