Ind VS Pak: બૉલીવુડમાં પણ ભારતની જીતનો જશ્ન! અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાનાએ કાલા ચશ્મા સોંગ પર ડાન્સ કર્યો
Ind VS Pak – બૉલીવુડમાં પણ ભારતની જીતનો જશ્ન! અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાનાએ કાલા ચશ્મા સોંગ પર ડાન્સ કર્યો
ભારતની આ શાનદાર જીતને ઉજવવામાં આપણા બૉલીવુડ સ્ટાર્સ કરવી રીતે પાછળ રહી શકે? આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેએ અલગ રીતે ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી
- મેચ જીત્યા પછી ભારત દેશમાં એક જશ્નનો માહોલ જોવા મળ્યો હતો
- આયુષ્માન ખુરાનાઅને અનન્યા પાંડેએ જીત પછી એક રીલ શેર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો બીજો મુકાબલો દુબઈમાં રમાયો હતો. જેમાં ભારતની જીત થઇ છે. પાકિસ્તાને ભારતને જીત માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાની ટીમ પૂરી 20 ઓવર પણ ન રમી શકી. ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ભવ્ય જીત મેળવી હતી. ભારતે એશિયા કપમાં સળંગ ચોથી વખત પાકિસ્તાનને હરાવ્યું છે. મેચ જીત્યા પછી આખા ભારત દેશમાં એક જશ્નનો માહોલ જોવા મળ્યો હતો અને દરેક લોકોએ પાકિસ્તાન સામે ભારતની જીતને તેના અલગ અંદાજમાં ઉજવવી હતી.
ભારતની આ શાનદાર જીતને ઉજવવામાં આપણા બૉલીવુડ સ્ટાર્સ કરવી રીતે પાછળ રહી શકે? આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેએ પણ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી અનોખી રીતે કરી હતી. આયુષ્માન અને અનન્યા આ દિવસોમાં મથુરામાં છે અને તેમની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું શૂટિંગ શરૂ કરી રહ્યા છે.
ભારત vs પાકિસ્તાનના મેચમાં ભારતને જીત મળે એ પછી બંને સ્ટાર્સે એક રીલ શેર કરી હતી. જે હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં આયુષ્માન ખુરાના બેટિંગ કરતા જોઈ શકાય છે અને એ પછી તુરંત જ આખી ફિલ્મની ટીમ, કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના કાલા ચશ્મા ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતા એમને લખ્યું હતું કે, “જીત ગયા ઈન્ડિયા!!!!”
તમને જણાવી દઈએ કે પરેશ રાવલ અને સીમા પાહવા પણ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2‘માં જોવા મળશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મમાં પરેશ રાવલ અને સીમા પાહવા બંને મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ડ્રીમ ગર્લ 2નું નિર્દેશન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે.
આ સિવાય આયુષ્માન ખુરાના પાસે બીજી ફિલ નિર્દેશક અનુભૂતિ કશ્યપની ‘ડોક્ટર જી‘ છે જે જલ્દી જ રિલીઝ થશે. જો અનન્યાની વાત કરી તો તેની હાલમાં જ વિજય દેવેરાકોંડા સાથેની ફિલ્મ લાઈગર રિલીઝ થઈ છે અને હવે તે ઝોયા અખ્તરની આવનારી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં‘માં જોવા મળશે.
108 Ambulance: ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના 15 વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ શરૂ કરી હતી સેવા